હજુ સુધી નક્કર કાર્યવાહી ના થતા અમે ન્યાય માટે ઝંખી રહ્યા છે : પીડિતો, બંધનું એલાન માત્ર અમારી જ નહીં સમગ્ર રાજકોટના આત્મસન્માનની કસોટી : પીડિતનો લાગણીસભર આક્રોશ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.22
આજે રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આજે 8 જેટલા પરિવારોએ પોતાના પરિવારજન માટે ન્યાયની માંગણીને લઇ આજે તમામ પરિવારો એક સાથે રેસકોર્ષ ખાતે એક સાથે એકઠા થઈને 25મી જૂને રાજકોટ બંધના એલાનમા સમગ્ર રાજકોટવાસીઓને જોડાવા અપીલ કરી હતી.પીડિતોએ જણાવ્યુ હતુ કે અમારે કોઇ પણ સંજોગે ન્યાય જોઈએ છે ત્યારે સરકાર નક્કર કાર્યવાહી કરવાના બદલે નાના નાના માછલાઓને પકડીને તપાસ ગેરમાર્ગે દોરી રહી છે જવાબદાર મોટા મગરમચ્છોને કોઇ વાળ વાંકો કરી શકતા નથી. ભૂતકાળમાં જેટલી દુર્ઘટનાઓ બની તેમ TRPએ ભીનું સંકેલવાનો પ્રયાસ કર્યો છે ત્યારે અમારી માંગ છે કે આમાં કોઇ સારા નોનકરેપ્ટેડ અધિકારી પાસે તપાસ કરાવો અને જવાબદાર જે જે હોય તેમની ધરપકડ કરવામાં આવે. આ કેસની પારદર્શક તપાસ બાદ ફાસ્ટ્રેક કેસમા ચલાવવા અમારી માંગ છે.
- Advertisement -
પીડિતોએ પ્લેકાર્ડ સાથે સૂતેલા સરકાર અને વહિવટી તંત્રને આડા હાથ લીધા હતા અને કહ્યુ હતુ કે અમે ભૂતકાળમા અનેક એસઆઈટીઓ જોઈ છે કોઈને હજુ ન્યાય મળ્યો નથી ત્યારે આ દુર્ઘટનામા અમારા સ્વજન માટે અમે કોઈ પણ સંજોગે ન્યાય લેવાના છે. અમારા સ્વજન ગુમાવ્યા એનો આજે એક મહિનો થયો છે કાર્યવાહી કઈ થઈ છે ખરા ? આજે લોકો જાગૃતતાનો અભાવ છે એટલે જ કોઈને ભૂતકાળમા ન્યાય મળ્યો નથી! લડ્યા વગર આ બહેરી સરકાર કોઇ દિવસ સ્વેચ્છિક કાર્યવાહી કરવાની નથી જેથી અમે 25 મી જૂન રાજકોટ બંધનો અમે એલાન કર્યું છે જેથી સુતેલી સરકાર જાગે.આ માત્ર અમારા પીડિત પરિવારોની લડાઈ નથી પરંતુ રાજકોટવાસીઓની આત્મસન્માનની ખરી કસોટી છે. જો રાજકોટવાસીઓનો આંતરઆત્મા થોડો એવો જાગતો હસે તમામ રાજકોટવાસીઓ સ્વેચ્છિક અમને સમર્થન આપશે. અમને અમારા શહેરીજનો પર સપૂર્ણ ભરોશો છે કે તેઓ અમારી લડાઇમા સૌ અમારા પરિવારજન હોય તેમ સહયોગ આપશે. અમે કોઇ પક્ષાપક્ષીમા પડવા નથી માંગતા જેથી તમામ રાજકીય પક્ષો,સામાજિક સંગઠનો,તમામ એશોસિયનનો અમારી આ દુ:ખભર્યા સમયમા પડખે રહેશે.
એક પીડિત પરિવારે જણાવ્યું હતુ કે આજે અમે ભોગ બન્યા છે આવનારા સમયમા બીજા કોઇ ભોગ ના બનો એટલે આ લડાઈ રાજકોટવાસીઓ સૌ જોડશે તેવી ફરીથી અપીલ કરીયે છે.પીડિત પરિવારોએ પોતાના પર આવેલ દુખના વાદળો સાથે દર્દભરી લાગણીઓથી સમગ્ર રાજકોટવાસીઓને અપીલ કરી હતી કે માનવતાની રૂહે રાજકોટ બંધના એલાનમા અમને સમર્થન આપશો.