રાજકોટ મહાપાલિકા ફૂડ વિભાગનું ચેકિંગ
આરોગ્ય વિભાગની ટીમે સ્થળ પર પાંચ કિલો વાસી મીઠાઈનો નાશ કર્યો
- Advertisement -
અન્ય ખાદ્યચીજોનું વેંચાણ કરતા ધંધાર્થીઓને ત્યાં હાઈજેનિક કન્ડિશન જાળવવા નોટીસ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.21
રાજકોટ મનપા ફૂડ વિભાગ દ્વારા ખાદ્યચીજોનું વેચાણ કરતાં ધંધાર્થીઓને ત્યાં ચકાસણી હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન બજરંગવાડીમાં આવેલા શ્રીનાથજી ડેરી ફાર્મમાં વાસી મીઠાઈ મળી આવતા સ્થળ પર જ મીઠાઈનો નાશ કરવામાં આવ્યો હતો.
- Advertisement -
રાજકોટ મહાનગરપાલિકા ફૂડ વિભાગ દ્વારા સર્વેલન્સ ચેકીંગ દરમિયાન પુનિતનગર મેઈન રોડ, બજરંગવાડીમાં આવેલી શ્રીનાથજી ડેરી ફાર્મની તપાસ કરતાં પેઢીમાં સંગ્રહ કરેલી વાસી અખાદ્ય મીઠાઈ 5 કી.ગ્રા. સ્થળ પર નાશ કરવામાં આવી હતી તથા પેઢીને યોગ્ય સ્ટોરેજ, હાઈજેનિક કંડીશન જાળવવા તથા લાયસન્સ સ્થળ પર દર્શાવવા બાબતે નોટીસ આપવામાં આવી હતી.
સર્વેલન્સ ચેકીંગ દરમિયાન ગાયત્રી મદ્રાસ કાફે, ફૂડ હોલીડે, 55 કાફેની તપાસ કરતાં પેઢીને યોગ્ય સ્ટોરેજ, હાઈજેનિક કંડીશન જાળવવા તથા લાયસન્સ સ્થળ પર દર્શાવવા બાબતે નોટીસ ફટકારવામાં આવી હતી તેમજ મુંજકા ગામ વિસ્તારમાં આવેલા ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ 18 ધંધાર્થીઓની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. જેમાં 11 ધંધાર્થીઓને લાઈસન્સ બાબતે સૂચના આપવામાં આવી હતી તેમજ ખાદ્યચીજોના કુલ 18 નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવી હતી અને રામકૃષ્ણ પ્રોવિઝન સ્ટોર, અમૃતમ પ્રોવિઝન સ્ટોર, શિવ કોલ્ડ્રિંક્સ, જય જલારામ નાસ્તાગૃહ, મા ભગવતી ફરસાણ, શિવકૃપા રસ સેન્ટર, શ્રી દેવ ચામુંડા પાણીપુરી, બંસીધર લાઈવ પફ, દ્વારકાધીશ હોટલ, રોનક મદ્રાસ કાફે, રોનક પાન એન્ડ કોલ્ડ્રિંક્સને લાઈસન્સ મેળવવા બાબતે સૂચના આપવામાં આવી હતી તેમજ ઓમ કોલ્ડ્રિંક્સ, ક્રિષ્ના અમુલ પાર્લર, ક્રિષ્ના પ્રોવિઝન સ્ટોર, સ્વીટ ડિલાઈટ બેકરી, ગાત્રાડ ફ્લોર મિલ, ગાત્રાડ કોલ્ડ્રિંક્સ, ગાત્રાડ જનરલ સ્ટોર, ગાત્રાડ ડેરી ફાર્મની ચકાસણી કરવામાં આવી હતી તેમજ ફુડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એક્ટ 2006 હેઠળ ગાયત્રી મદ્રાસ કાફે અને હંગામા કુલ્ફીના નમૂના લેવામાં આવ્યા હતા.