જૂનાગઢ અને ગિર-સોમનાથ જિલ્લામાં વિશ્ર્વ યોગ દિવસની ઉજવણી કરાઇ
- Advertisement -
21 જૂનના વિશ્ર્વભરમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી જૂનાગઢ અને ગિર-સોમનાથ જિલ્લામાં પણ આજે સવારમાં વિશ્ર્વ યોગ દિવસની ઉજવણી કરાઇ હતી. જૂનાગઢ શહેરમાં વિવિધ સ્થળોએ લોકોએ યોગ કરી ઉજવણી કરી હતી. જિલ્લા કક્ષાણી વિશ્ર્વ યોગ દિવસની ઉજવણી બહાઉદ્દી કોલેજમાં કરાઇ હતી આ ઉપરાંત શહેરમાં આવેલા ઐતિહાસીક સ્થળો પણ ઉજવણી થઇ હતી તેમજ કોમી એકતાના પ્રતિક એવા ઉપલા દાતાર ઉપર મહંત ભીમ બાપુના માર્ગદર્શનમાં યોગ દિવસની ઉજવણી કરાઇ હતી. જૂનાગઢ અને ગિર-સોમનાથ જિલ્લામાં મોટી સંખ્યામાં લોકો યોગની ઉજવણીમાં જોડાયા હતા તેમજ વિવિધ કાર્યક્રમો કરવામાં આવ્યા હતા. ગિર-સોમનાથ જિલ્લામાં વૃક્ષા રોપણ સહિતના કાર્યક્રમો પણ કરવામાં આવ્યા હતા.
જૂનાગઢના ઐતિહાસીક સ્થળો ઉપર લોકોએ યોગાસન કર્યા