ફૂડ વિભાગની ટીમ તથા FSW વાન સાથે સર્વેલન્સ ચેકિંગ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.14
- Advertisement -
રાજકોટ મહાનગરપાલિકા ફૂડ વિભાગની ટીમ તથા એફએસડબલ્યુ વાન સાથે સર્વેલન્સ ચેકીંગ દરમિયાન શહેરના રેલ્વે જંકશન રોડ વિસ્તારમાં આવેલા ખાદ્યચીજોનું વેચાણ કરતાં કુલ 21 ધંધાર્થીઓની ચકાસણી હાથ ધરવામાં આવી હતી. જેમાં 15 ધંધાર્થીઓને લાઈસન્સ બાબતે સૂચના આપવામાં આવી હતી તેમજ ખાદ્યચીજોના કુલ 10 નમૂનાની સ્થળ પર ચકાસણી કરવામાં આવી હતી.
ફૂડ વિભાગ દ્વારા કરવામાં આવેલી ચકાસણી દરમિયાન બાલાજી પાર્લર, અશોક બેકરી, કનૈયા ટી સ્ટોલ, જયભારત કોલ્ડ્રિંક્સ, એન્જોય હોટલ, મન્નત નોનવેજ, મુરલીધર નાસ્તા હાઉસ, જલારામ ગાંઠીયા, ગાયત્રી મદ્રાસ કાફે, તકદીર ટી સ્ટોલ, બલદેવ પરોઠા હાઉસ, મારુતિ ભોજનહાટ, પરવાના રેસ્ટોરન્ટ, ગાયત્રી ગાંઠીયા, મા અન્નપૂર્ણા હોટેલને લાઈસન્સ મેળવવા બાબતે નોટીસ આપવામાં આવી હતી તેમજ મન્નત ચાઈનીઝ પંજાબી, આશાપુરા કોલ્ડ્રિંક્સ, હોટેલ શિવશક્તિ, ચામુંડા કોલ્ડ્રિંક્સ, અમૃત સ્વીટ એન્ડ ડેરી ફાર્મ, મોમાઈને ત્યાંથી કોલ્ડ્રિંક્સની ચકાસણી કરવામાં આવી હતી. વધુમાં ફૂડ સેફટી સ્ટાન્ડર્ડ એક્ટ 2006 હેઠળ હોકો વેનિલા ફ્લેવર્ડ આઈસ્ક્રીમ દર્શન એન્ટરપ્રાઈઝ, આશુતોષ કોઠી આઈસ્ક્રીમ અને રેડ વેલવેટ આઈસ્ક્રીમને ત્યાં આઈસ્ક્રીમના નમૂના લેવામાં આવ્યા હતા.



