સુરતમાં સોશિયો સર્કલ પાસે આવેલા સર્વોદય પેટ્રોલ પમ્પ પર થોડા દિવસ અગાઉ એક યુવક સાથે પેટ્રોલ પંપના કર્મચારી સાથે બોલાચાલી થઇ હતી ત્યાર બાદ યુવક સાથે મારામારી કરતાં તેનું મોત નીપજ્યું હતું.
- Advertisement -
આ ઘટના બાદ સંચાલકે રાત્રે ૧૦:૦૦ થી સવારે ૬:૦૦ વાગ્યા સુધી પેટ્રોલ પમ્પ બંધ રાખવાનો નિર્ણય કર્યો છે બીજી તરફ આ ઘટનામાં પેટ્રોલ પંપ નાં પાંચ કર્મચારીઓની ધરપકડ પણ પોલીસે કરી હતી પેટ્રોલ પંપ બંધ રાખવાનાં બોર્ડ પણ લગાવી દેવામાં આવ્યાં છે અને તેમાં લખ્યું છે કે રાત્રી દરમિયાન તોફાની તત્વોના કારણે રાત્રે ૧૦:૦૦ થી સવારે ૬:૦૦ વાગ્યા સુધી પેટ્રોલ પંપ બંધ રહેશે આ ઘટનામાં ખટોદરા પોલીસે હત્યાનો ગુનો નોંધીને પેટ્રોલ પંપ ના પાંચ કર્મચારીઓની ધરપકડ કરી હતી