રાજકોટ : ભારત સરકાર દ્વારા દેશના ઉચ્ચતમ એવોર્ડ એવા પદ્મ વિભૂષણ, પદ્મ ભૂષણ, અને પદ્મશ્રી એવોર્ડ માટે અરજીઓ મંગાવવામાં આવી છે. જેમણે કલા, સાહિત્ય, શિક્ષા, રમત-ગમત, ચિકિત્સા, સામાજિક કાર્ય, વિજ્ઞાન અને એન્જિનિયરીંગમાં ઉત્કૃષ્ટ ઉપલબ્ધિઓ મેળવી હોય તેવા વ્યક્તિઓ https://padmaawards.gov.in પોર્ટલ ઉપર જઇ ઓનલાઇન અરજી કરી શકશે.
આ અરજીની હાર્ડ કોપી સિનિયર કોચ, જિલ્લા રમત ગમત પ્રશિક્ષણ કેન્દ્ર, ૭/૩, બહુમાળી ભવન, રેસકોર્ષ, રાજકોટ, ઇમેલ seniorcoach.rajkot@gmail.com ની કચેરીમાં તા.૯/૭/૨૧ સુધી જમા કરાવવાની રહેશે. વધુ માહિતી માટે સિનિયર કોચ મો.નં.૮૮૬૬૧૨૩૧૮૫ ઉપર સંપર્ક સાધી શકશે. તેમ સિનિયર કોચની યાદીમાં જણાવાયુ છે.