ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
બેઠક દરમિયાન આવાસ યોજના સાથે જોડાયેલી મોટી જાહેરાત કરવામાં આવી છે. કેબિનેટે પીએમ આવાસ યોજના હેઠળ ત્રણ કરોડ મકાનોના નિર્માણને મંજૂરી આપી દીધી છે. યોજના હેઠળ બનેલા તમામ ઘરોમાં એલપીજી અને વીજળી જોડાણ હશે. આ મકાનો ગ્રામીણ અને શહેરી વિસ્તારોમાં બાંધવામાં આવશે. કેન્દ્રીય કેબિનેટની આજની બેઠકમાં પીએમ આવાસ હેઠળ ઘરોના નિર્માણ માટે ત્રણ કરોડ વધારાના ગ્રામીણ અને શહેરી પરિવારોને સહાય આપવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તેનાથી પાત્ર પરિવારોની સંખ્યામાં વૃદ્ધિથી ઉત્પન્ન આવાસની જરુરિયાતોને પૂરી કરી શકાશે.
ભારત સરકાર 2015-16થી પ્રધાનમંત્રી આવાસ યોજનાનો અમલ કરી રહી છે કે જેથી પાયાની સુવિધાઓ સાથેના મકાનો બાંધવા માટે ગ્રામીણ અને શહેરી પરિવારોને સહાય પૂરી પાડી શકાય. અઢ હેઠળ, છેલ્લા 10 વર્ષમાં આવાસ યોજનાઓ હેઠળ પાત્ર ગરીબ પરિવારો માટે કુલ 4.21 કરોડ મકાનો પૂર્ણ કરવામાં આવ્યા છે. ઙખઅઢ હેઠળ બાંધવામાં આવેલા તમામ ઘરોને કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારોની અન્ય યોજનાઓની મદદથી ઘરગથ્થુ શૌચાલય, કઙૠ કનેક્શન, વીજળી કનેક્શન, કાર્યાત્મક ઘરગથ્થુ નળ કનેક્શન વગેરે જેવી અન્ય મૂળભૂત સુવિધાઓ પૂરી પાડવામાં આવે છે.
- Advertisement -