ખાસ-ખબર ન્યૂઝ પ્રભાસ પાટણ, તા.10
પરીવારથી વિખુટા પડી ગયેલ બાળકનું સુ:ખદ મિલન પ્રભાસ પાટણ પોલીસે કરાવી પોલીસ પ્રજાનો મીત્ર છે. તે ખરા અર્થમાં સાર્થક કરી પ્રશંસનીય કામગીરી કરી છે.
સોમનાથ મંદિરે આવતા દર્શનાર્થીઓ, બાળકો તેમના પરીવારથી જુદા, વિખુટા પડી જવાના કિસ્સામાં તેમજ કોઇ અગવડ પડ્યે તાત્કાલીક મદદ કરવા પોલીસ અધિકારીઓની સુચના અન્વયે પ્રભાસ પાટણના પો.ઇન્સ. એમ.વી.પટેલ તથા “સી” ટીમના પો.કોન્સ. પિયુષભાઇ કાનાભાઇ, મહિલા પો.હેડ.કોન્સ. ચંપાબેન હિરાભાઇ, પો.કોન્સ. દિવ્યાબેન ભીમાભાઇ સહીતના પેટ્રોલીંગમાં રહેલ તે દરમ્યાન સોમનાથ મંદિર વોકવે ઉપર એક બાળક રડતું જોવામાં આવતા તરત જ તેમની પાસે જઇ સાંતવના આપી બાળકની પુછપરછ કરતા પોતાના પરીવારથી બાળક વિખુટો પડી ગયેલ હોય જેથી તાત્કાલીક બાળકને સાથે રાખી તેમના પરીવારના સભ્યોને શોધી કાઢી બાળકનું તેમના પરીવાર સાથે બાળકનું સુ:ખદ મિલન કરાવી આપી પોલીસ પ્રજાનો મીત્ર છે તે ખરા અર્થમાં સાર્થક કરી પ્રશંસનીય કામગીરી
કરી છે.