દુધસાગર રોડના 696 કવાર્ટરના નળ-વીજ જોડાણ કાપવા તુટી પડતું તંત્ર
હાઉસીંગ બોર્ડના કવાર્ટરમાં મનપા અને પીજીવીસીએલની ટીમો ઉતરી કોઠારીયામાં ચાર બાંધકામના ડિમોલીશન
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.7
આજે મ્યુનિ. કોર્પોરેશન અને પશ્ચિમ ગુજરાત વીજ કંપની લી. દ્વારા હાઉસીંગ બોર્ડના કવાર્ટરો પર તવાઇ ઉતારવામાં આવી છે. આજે સામાકાંઠાના દુધસાગર રોડ પર આવેલા હાઉસીંગ બોર્ડના ખખડેલા કવાર્ટરમાં નળ અને વીજ જોડાણ કાપવાનું શરૂ કરી દેવાતા ફફડાટ મચી ગયો છે તો વોર્ડ નં.18ના કોઠારીયા ગામતળમાં પણ ચાર ભયગ્રસ્ત મકાનો તોડી પાડવામાં આવ્યાનું જાણવા મળ્યું છે.
શહેરમાં દર વર્ષે જોખમી અને જર્જરીત મકાનોને મનપા દ્વારા નોટીસ આપવામાં આવે છે. આ વર્ષે આવા બાંધકામો સામે કડક પગલા લેવા સરકારે પણ સૂચના આપી હતી. રાજકોટમાં અગ્નિકાંડ જેવી ઘટના બની છે. આ બાદ હવે જર્જરીત આવાસો સહિત કોઇ પણ જગ્યાએ દુર્ઘટના ચોમાસામાં ન બને તે માટે સરકારી વિભાગોએ હાથ મિલાવ્યા છે. આજે બપોરે બંને વિભાગના અધિકારીઓ પોલીસ બંદોબસ્ત લઇને વોર્ડ નં.6ના દુધસાગર રોડ પર પહોંચ્યા હતા. વિજીલન્સ પોલીસ પણ સાથે રહી હતી. ડે.કમિશ્નર સ્વપ્નિલ ખરે અને ઇસ્ટ ઝોનના સીટી ઇજનેર પી.ડી.અઢીયા સહિતના અધિકારીઓ સ્થળ પર બપોરે પણ હાજર રહ્યા છે. ચાલુ કામગીરી વચ્ચે માહિતી આપતા સીટી ઇજનેરે કહ્યું હતું કે આ વોર્ડમાં દુધસાગર રોડ પર આકાશદીપ સોસાયટી પાસે હાઉસીંગ બોર્ડના કુલ પ8 બિલ્ડીંગમાં 696 કવાર્ટર આવેલા છે. અન્ય ચાર બિલ્ડીંગ જાળવણીના કારણે સલામત છે.
- Advertisement -
પરંતુ બાકીના તમામ આવાસ જર્જરીત અને જોખમી થયા હોય, મનપા દ્વારા આ વર્ષે પણ જીપીએમસી ર64 અને ભયગ્રસ્ત મકાન હટાવવા ર68 હેઠળ નોટીસો આપવામાં આવી હતી. પરંતુ આસામીઓ ભયગ્રસ્ત ભાગ દુર કરતા ન હોય, આજે નળ અને વીજળી જોડાણ કપાઇ રહ્યા છે. આ તમામ જોડાણ કાપવા હાલ તૈયારી છે.
સમાકાંઠે વોર્ડ નં.6ના દુધસાગર રોડ અને વોર્ડ નં.18ના કોઠારીયા ગામતળમાં ભયગ્રસ્ત મકાનોના બાંધકામ દુર કરવા અને નળ તથા વીજ જોડાણ કાપવા મનપા અને વીજ તંત્ર દ્વારા આજે બપોરે મોટી કામગીરી શરૂ કરવામાં આવી હતી જેમાં ડે.કમિશનર સ્વપ્નિલ ખરે, વીજ તંત્રના અધિકારીઓ અને ઇજનેરો જોડાયા હતા તે જોવા મળે છે.