સમગ્ર દેશમાં છેક 12 માં ક્રમે: રાષ્ટ્રીય સ્તરે સરેરાશ 23.7 ટકા પાસે એસી છે : ફ્રીઝ-વોશીંગ મશીનમાં પણ ગુજરાત પાછળ
દેશમાં લોકસભાની ચૂંટણીઓના એકઝીટ પોલ આવી ગયા છે અને 4જૂનના મંગળવારે ચૂંટણીના પરીણામ પણ આવી જશે. લગભગ દરેક ચૂંટણીઓમાં દરેકે રાજકીય પક્ષો વિકાસ અને પ્રજા-કલ્યાણની વાતો અને જાહેરાત કરે છે. લોકસભાની ચૂંટણી એપ્રિલ-મે માસમાં યોજાઈ તે દરમ્યાન રાજયમાં ગરમીએ તમામ પાછલા રેકોર્ડઝને પણ હંફાવી દીધા હતા.
- Advertisement -
અત્યારે જુનમાં પણ ગરમી પીછો છોડવા તૈયાર નથી. આવી કારમી ગરમીમાં વિકાસના મોટા દાવાઓ વચ્ચે ગુજરાત સહીત દેશના પરિવારો પાસે એસી. રેફ્રીજરેટર કે વોશીંગ મશીન તો અપેક્ષીત ગણાય છે.પરંતુ દેશમાં સરેરાશ કુલ 23.7 ટકા પરિવારો પાસે જ એસી કે કુલર છે.દેશના કુલ સરેરાશ 33 ટકા પરિવારો પાસે જ રેફ્રીજરેટર છે અને દેશનાં કુલ સરેરાશ 18 ટકા પાસે જ વોશીંગ મશીન છે.
દેશમાં ગુજરાત એક સમૃદ્ધ અને ઔદ્યોગીક રીતે મોખરાનું રાજય ગણાય છે ત્યારે ગુજરાતના પરિવારજનો પાસે તો એસી, રેફ્રીજરેટર અને વોશીંગ મશીન જેવી વસ્તુઓ સ્વાભાવીક ગણાય છે. સામાન્ય રીતે એપ્રિલ-મે અને જુનમાં પણ 42 થી 47 ડીગ્રી ગરમીનો અનુભવ કરી રહેલા ગુજરાતના અમદાવાદ-ગાંધીનગર સહીતના તમામ મહાનગરો, નાના મોટા શહેરો અને ગામડાઓનાં ઘર કે ઓફીસોમાં એરકન્ડીશનીંગ વગર શ્વાસ પણ લેવાય તેવી સ્થિતિ રહી નથી.
આવી પરિસ્થિતિમાં દેશના કયાં રાજયોમાં કેટલા ટકા પરિવારો પાસે એરકન્ડીશન્ડ (એસી) છે.તેવી વિગતો જોતા સમજાય છે કે, દેશમાં કુલ એસી-ધારક પરિવારોની સંખ્યા સરેરાશ 23.7 ટકા જેટલી જ છે.દેશમાં 76.3 ટકા પરિવારો પાસે એસીની કોઈ જ વ્યવસ્થા નથી.
- Advertisement -
જયારે ગુજરાતમાં એસી ધારક પરિવારોની સંખ્યા તો માંડ 17.5 ટકા જેટલી જ છે. અર્થાત ગુજરાતમાં 82.5 ટકા પરિવારોનાં ઘરોમાં એસી નથી.દેશમાં એસી-ધારક પરિવારોની ટકાવારીમાં દિલ્હી સૌથી મોખરે છે. જયાં 74.3 ટકા પરિવારો પાસે એસી છે.દેશમાં એસીધારક પરિવારોમાં ગુજરાત 12 માં ક્રમે છે.
એવી જ રીતે આજની સ્થિતિએ લોકોના ઘરો કે કચેરીઓમાં રેફ્રીજરેટર પણ એક આવશ્યક વસ્તુ ગણાય છે. ત્યારે દેશમાં રેફ્રીજરેટર ધારકો પરિવારોની સરેરાશ સંખ્યા 38 ટકા જેટલી છે.એમાં સૌથી વધુ 87.2 ટકા રેફ્રીજરેટર ધારક પરિવારો પંજાબમાં છે.બીજા નંબરે દિલ્હીમાં તેના કુલ વસતીનાં 77.4 ટકા પરિવારો પાસે રેફ્રીજરેટર છે.રેફ્રીજરેટર ધારકોની ટકાવારીમાં પણ ગુજરાતનો ક્રમાંક 8મો આવે છે.
ગુજરાતમાં તેની કુલ વસતીનાં 52.6 ટકા પરિવારો પાસે રેફ્રીજરેટર છે. અર્થાત ગુજરાતમાં 47.4 ટકા પરિવારો પાસે રેફ્રીજરેટર નથી. આ ઉપરાંત હવે આજના પ્રગતિશીલ જમાનામાં લોકોનાં ઘરોમાં વોશીંગ મશીન હોવા પણ એક સામાન્ય બાબત અને આવશ્યક વસ્તુ માની શકાય છે. ત્યારે દેશમાં કુલ સરેરાશ 18 ટકા પરિવારો પાસે જ વોશીંગ મશીન છે.
દેશમાં સૌથી વધુ વોશીંગ 66.4 ટકા પરિવારો પાસે વોશીંગ મશીન છે. એમાં પણ ગુજરાતમાં 12.7 ટકા પરિવારો પાસે જ વોશીંગ મશીન છે. એનો અર્થ એ થયો કે ગુજરાત જેવા આર્થિક રીતે સધ્ધર અને ઔદ્યોગીક રીતે મોખરાનાં ગણાતા રાજયમાં 87 ટકા પરિવારો પાસે વોશીંગ મશીન નથી. વોશીંગ મશીન ધારક પરિવારોમાં પણ ગુજરાત 11 માં સ્થાને છે.