‘કેજરીવાલ ન તો મળવા આવ્યા કે ન ફોન કર્યો’
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.1
- Advertisement -
આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ સ્વાતિ માલીવાલે શુક્રવારે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પ્રત્યે નિરાશા વ્યક્ત કરી હતી. માલીવાલે ન્યૂઝ એજન્સી ANIને કહ્યું કે, આજ સુધી કેજરીવાલે ન તો મને ફોન કર્યો, ન તો મને મળવા આવ્યા, ન તો ક્યાંય મારી મદદ કરી. આ સમયે આખી પાર્ટી બિભવ કુમારની સાથે ઉભી છે. આવી સ્થિતિમાં, હું ખૂબ જ દુખી છું કારણ કે દરેક મુદ્દા પર પોતાનો અભિપ્રાય ધરાવતા કેજરીવાલે મારા મુદ્દા પર મારું સમર્થન કરવું, મારા માટે સ્ટેન્ડ લેવું અથવા મારા મુદ્દા પર વાત કરવી જરૂરી નથી માન્યું. તેમણે વધુમાં કહ્યું કે કેજરીવાલના ડ્રોઈંગ રૂમમાં તેમને માર મારવામાં આવ્યો, પરંતુ તેઓ બચાવવા આવ્યા ન હતા. ઉલટાનું કોઈ બચાવવા આવ્યું ન હતું.
માલીવાલે એમ પણ કહ્યું હતું કે કોર્ટની બહાર તેમને ખોટી રીતે દોષિત ઠેરવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. રાજ્યસભા સાંસદ માલીવાલે આરોપ લગાવ્યો છે કે કેજરીવાલના ઙઅ બિભવ કુમારે 13 મેના રોજ તેમની સાથે મારપીટ કરી હતી. પોલીસે આ મામલામાં 16 મેના રોજ એફઆઈઆર નોંધી હતી. બિભવ કુમારની 18 મેના રોજ ધરપકડ કરવામાં આવી હતી. હાલ તે પોલીસ કસ્ટડીમાં છે. ઘટનાના બીજા દિવસે, 14 મેના રોજ AAPનેતા સંજય સિંહે કબૂલાત કરી હતી કે સ્વાતિ માલીવાલ સાથે મુખ્યમંત્રી આવાસ પર ગેરવર્તણૂક કરવામાં આવી હતી. સંજય સિંહે કહ્યું, ‘દિલ્હીના સીએમએ આ સમગ્ર ઘટનાની નોંધ લીધી છે. તેઓ આ મામલે કડક કાર્યવાહી કરશે. જ્યાં સુધી સ્વાતિ માલીવાલ જીનો સંબંધ છે, તેમણે દેશ અને સમાજ માટે ઘણું કામ કર્યું છે. તેઓ વરિષ્ઠ અને જૂના નેતાઓમાંના એક છે. અમે તેમની સાથે છીએ.માર્ચ 2024માં બિભવને મુખ્યમંત્રીના અંગત સચિવના પદ પરથી બરતરફ કરવામાં આવ્યા હતા. વિશેષ સચિવ વિજિલન્સ વાયવીવીજે રાજશેખરે આદેશ જારી કર્યો હતો કે બિભવની સેવાઓ તાત્કાલિક અસરથી સમાપ્ત કરવામાં આવી છે. તેમની નિમણૂક માટે નિર્ધારિત પ્રક્રિયા અને નિયમોનું પાલન કરવામાં આવ્યું ન હતું. તેથી આ નિમણૂક ગેરકાયદેસર અને રદબાતલ જાહેર કરવામાં આવી છે. રાજશેખરે 2007ના કેસના આધારે આ આદેશ આપ્યો હતો.