NOC નહીં હોય તો આવી બનશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.30
- Advertisement -
રાજકોટમાં ટીઆરપી ગેમઝોન દુર્ઘટના બાદ તંત્ર મોડેમોડે જાગ્યું છે, આજરોજ તંત્ર દ્વારા શહેરની અમુક હોસ્પિટલ, બિલ્ડીંગ, શાળા, ટ્યુશન ક્લાસ, મોલ સહિતની જગ્યાએ ફાયર સેફટીની ચકાસણી કરી નિયમ મુજબ ન હોય તેમને નોટિસ આપવાની અને સીલ આપવાની કાર્યવાહી કરવામાં આવી છે. રાજકોટના વોર્ડ નં. 8માં કાલાવડ રોડ પર સેન્ટ હોલી સ્કૂલ અને વોર્ડ નં. 7માં એસ્ટ્રોન નાલા પાસે ટોળિયા હોસ્પિટલ ખાતે ફાયર ટીમની વિઝિટ કરવામાં આવી હતી. વોર્ડ નં. 4માં કુવાડવા રોડ પર ભારત પેટ્રોલ પંપ, આન પેટ્રોલ પંપ, જીઓ પેટ્રોલ પમ્પ, અને હોટલ નોવા ફાયર એન.ઓ.સી. નહીં હોવાથી સીલ કરવામાં આવેલા છે. વોર્ડ નં. 1માં મારૂતિ સુઝુકીનો પરફેક્ટ ઓટો શો રૂમ ફાયર એન.ઓ.સી. નહીં હોવાથી સીલ કરવામાં આવેલો છે. વોર્ડ નં. 11માં નાનામવા રોડ પર એન.ડી. ફિટનેસ જિમ ફાયર એન.ઓ.સી. નહીં હોવાથી સીલ કરવામાં આવેલો છે.
વોર્ડ નં. 8માં હોલી કિડ્સ સ્કૂલનો ચોથો માળ ફાયર એન.ઓ.સી. નહીં હોવાથી સીલ કરવામાં આવેલી છે. વોર્ડ નં. 3 માં રેલનગર રોડ પર આવેલ શ્રી આશીર્વાદ સ્કૂલ અને પ્રગતિ સ્કૂલ ફાયર એન.ઓ.સી. નહીં હોવાથી સીલ કરવામાં આવેલી છે. વોર્ડ નં. 10માં ઊં7 એકેડેમી ફાયર એન.ઓ.સી. નહીં હોવાથી સીલ કરવામાં આવેલી છે. વોર્ડ નં.18માં પાલવ સ્કૂલ, જ્ઞાનગંગા સ્કૂલ ફાયર એન.ઓ.સી. નહીં હોવાથી સીલ કરવામાં આવેલા છે. વોર્ડ નં. 6માં પેડક રોડ પર આવેલ અક્ષર પ્લાઝા કોમ્પ્લેક્સ ફાયર એન.ઓ.સી. નહીં હોવાથી સીલ કરવામાં આવેલા છે. વોર્ડ નં. ઙ। ઇ કિડ્સ ઝોન ફાયર એન.ઓ.સી. નહીં હોવાથી સીલ કરવામાં આવેલું છે. તંત્ર દ્વારા હજુ આગામી સમયમાં પણ હોસ્પિટલ, ટ્યુશન કલાસીસ, મોલ, અને શોપીંગ કોમ્પ્લેક્ષ, કોમ્યુનીટી હોલ, ઓડીટોરિયમ, સિનેમા હોલ, સ્કુલ કોલેજ તથા અન્ય જાહેર સ્થળો કે જ્યાં પબ્લિક ભેગી થતી હોય ત્યાં ચેકિંગ કરવામાં આવશે. જે સ્થળોએ ફાયર એન.ઓ.સી. અને બિલ્ડીંગ યુઝ પરમિશન નહીં હોય તે સ્થળોને સીલ કરવામાં આવશે.
K7, P&B આશીર્વાદ, પાલવ સહિતના શૈક્ષણિક સંકુલો અને કોમર્શિયલ બાંધકામ સીલ કરાયા, નવા મ્યુ.કમિશનર દેસાઇ આકરા પાણીએ….