ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
ઉત્તર પ્રદેશના ગોંડામાં ભાજપના નેતાના કાફલાની બેકાબૂ ફોચ્ર્યુનરે બાઇકને ટક્કર મારી દીધી. આ અકસ્માતમાં બાઇક સવાર બે યુવકોના મોત થઈ ગયા, જ્યારે અન્ય બે રાહદારીઓ ગંભીર રીતે ઘાયલ થયા છે. જે ફોચ્ર્યુનર કારથી અકસ્માત થયો તે કૈસરગંજ લોકસભા સીટના ભાજપના ઉમેદવાર કરણ ભૂષણ સિંહના કાફલામાં સામેલ હતી. કાર પર પોલીસ એસ્કોર્ટ લખેલું છે. આ ભયાનક અકસ્માત કર્નલગંજ પોલીસ સ્ટેશન વિસ્તારના હુઝુરપુર-બહરાઈચ રેલવે ક્રોસિંગ પાસે થયો છે. બુધવારે સવારે, કૈસરગંજ લોકસભા સીટના બીજેપી ઉમેદવાર અને વર્તમાન ભાજપ સાંસદ બ્રિજ ભૂષણ શરણ સિંહના કાફલામાં સામેલ પોલીસ એસ્કોર્ટ લખેલી ફોચ્ર્યુનર ગાડી અનિયંત્રિત થઈ ગઈ. અનિયંત્રિત ગાડીએ બાઇકને ટક્કર મારી દીધી. બાઇક પર બે યુવકો સવાર હતા.
- Advertisement -
અકસ્માત એટલો ગંભીર હતો કે બાઇક સવાર બંને યુવકો કેટલાય મીટર દૂર પટકાયા હતા. બે રાહદારીઓ પણ બેકાબૂ ગાડીની અડફેટે ચઢી ગયા.આ અકસ્માતમાં કાફલામાં સામેલ ફોચ્ર્યુનર કારને પણ ભારે નુકસાન થયું છે. અકસ્માત બાદ કારમાં સવાર તમામ લોકો ભાગી ગયા હતા. આ ઘટનાથી લોકોમાં રોષ ફેલાયો. રોષે ભરાયેલા લોકો સામુહિક આરોગ્ય કેન્દ્ર પર પહોંચી ગયા. ઘટનાસ્થળે ભારે પોલીસ ફોર્સ બોલાવવામાં આવી છે. ઘટનાની માહિતી મળતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. માહિતી મળતા જ જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે.