રાત્રીના સમયે મફતમાં ચા-ચાસ્તો કરી જતા હોવાનો આક્ષેપ કરાયો
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.27
જૂનાગઢ રેવન્યુ ટેક્ષ શાખા દ્વારા એમજી રોડથી સરદાર ચોક સુધીના રસ્તા પરના દબાણોને હટાવવા માટે લારી ધારકો, દુકાનધારકોને સુચના આપી દંડ કરવામાં આવ્યો હતો. જેમાંથી અમુક દબાણકારોએ તેની જાતે જ દબાણો હટાવી લીધા હતા. જેણે દબાણો હટાવ્યા ન હતા તેના પર કાર્યવાહી માટે દબાણ શાખાની ટીમ કાળવા ચોકમાં પહોંચી હતી. જયારે કાળવા ચોક પોલીસ ચોકી સામે લારી હટાવવા મુદે દબાણ શાખાની ટીમ અને દુકાનધારકો વચ્ચે બબાલ થઇ હતી. દુકાનધારકો અને લારીધારકો મળી મનપાના કર્મચારીઓને અન્ય દબાણો હટાવવાનું કહેતા હતા છતા પણ મનપાના અધિકારીઓએ કોઇ કાર્યવાહી ન કરી. કાળવા પોલીસ ચોકીની સામે દુકાન ધારાવતા અને દુકાનની બહાર ગાંઠીયાની લારી ધરાવતા શખ્સે આક્ષેપ કર્યો હતો કે મનપાના અમુક કર્મચારીઓ રાત્રીના સમયે મફત ચા-ગાંઠીયા સહિતનો નાસ્તો કરી જાય છે.
- Advertisement -
દિવસે દબાણો દૂર કરવાની ધમકીઓ આપે છે. મોટા માથાઓના દબાણો હટાવતા નથી આવી નિતિથી ત્રસ્ત થઇ ગયા છીએ. હવે આવી બેધારી નિતી રાખવામાં આવશે તો હું દવા પી જઇ તેમ કહી થોડીવાર બાદ દુકાન બહાર લારી રાખી ધંધો કરતા ધંધાર્થીએ દવા પી લેતા તેને સારવાર માટે હોસ્પિટલે ખસેડવામાં આવ્યાહતા. આમ દબાણ હટાવવા મુદે મનપાની બેધારી નિતી સામે આપઘાતના પ્રયાસની ઘટના બનતા ચકચાર મચી છે.



