જૂનાગઢ માર્કેટિંગ યાર્ડમાં જીરુની આવકની સાથે સમગ્ર સૌરાષ્ટ્રમાં અન્ય યાર્ડની સરખામણીએ સૌથી ઊંચા ભાવ મળી રહ્યા છે.માર્કેટિંગ યાર્ડ જુનાગઢમાં જીરુંની ખરીદીમાં એક્સપોર્ટરો જોડાયાની સાથે જ છેલ્લા ઘણા દિવસોથી સમગ્ર સૌરાષ્ટ્રના અન્ય યાર્ડની સરખામણીમાં ખૂબ જ ઊંચા ભાવ જોવા મળી રહ્યા છે.જેમાં ગઈકાલ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ ખાતે જીરુંની હરરાજીમાં 1970 મણ જીરુંનું વેંચાણ નોંધાયું હતું અને સાથે સાથે ખેડુતોનેરૂ. 6280 પ્રતિ મણના ઉંચા ભાવ મળ્યા હતા
જે સૌરાષ્ટ્રના અન્ય યાર્ડની સરખામણીએ મહતમ છે જયારે એક્સપોર્ટરો ખરીદીમાં જોડાવાની સાથે જ અન્ય જણસીઓની માફક જીરૂમાં પણ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ જણસીના પુરા ભાવ સાથે સોંરાષ્ટ્રંનું એક હબ બનવા જઈ રહ્યું છે.ત્યારે દિવસે દિવસે જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ તલ, ચણા, તુવેર જીરું સહીતની જણસીથી ઉભરાય રહ્યું છે.યાર્ડના સત્તાધીશો દ્વારા ખેડૂતોને સારા ભાવ મળે અને વધુ સારી સવલતો મળે તેવા પ્રયાસ થકી આજે યાર્ડમાં જણસીની અવાકમાં વધારો જોવા મળી રહ્યો છે.