તપાસ બાદ પુરાવા એકત્રિત કરીને નોંધાશે ફરિયાદ: અધિકારી ખપેડ
રાજદીપસિંહ નામની સોશિયલ મીડિયા પ્રોફાઇલમાં નિયમિત અપાય છે જાહેરાત
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.18
ગુજરાતમાં નકલીની બોલબાલા વધતી જોવા મળી રહી છે. ત્યારે રાજકોટમાં ખાનગી ઓફિસમાં નકલી આરટીઓ કચેરી કાર્યરત હોવાનો ભાંડાફોડ થયો છે. આ કચેરીમાં ટેસ્ટ આપ્યા વગર જ મોટી ફી વસુલી ટુ વ્હિલર અને ફોર વ્હિલરના લાઇસન્સ આપવાના કામ કરવામાં આવતા હતા. આ માટેની જાહેરાત કરતી એક પોસ્ટ સોશિયલ મીડિયા પર મુકવામાં આવી હતી. રાજદીપસિંહ રાજપૂત ઓફિસિયલ નામના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સ્ટેટ્સ મૂકી જાહેરાત કરવામાં આવી હતી. જેમાં લખ્યું હતું કે, 2 વ્હિલરનું લાઇસન્સ હોય અને 4 વ્હિલરનું વગર ટ્રાયલે પાસ કરવું હોય તો 5500માં થશે, જ્યારે બીજી એક પોસ્ટમાં લખ્યું હતું કે, 2 વ્હિલર અને 4 વ્હિલરનું લાઇસન્સ કઢાવો વગર ટ્રાયલે માત્ર રૂ.8000માં. સમગ્ર મામલો રાજકોટ આરટીઓ કચેરીના ધ્યાને આવતા પુરાવાઓ એકત્રિત કરી ડ્રાઈવિંગ લાઇસન્સમાં ખેલ પાડતા લોકોને ઝડપી પાડવા તપાસ શરુ કરવામાં આવી છે. તપાસ બાદ ફરિયાદ સાથે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
ગુજરાત સરકાર દ્વારા આરટીઓ કચેરીમાં એજન્ટપ્રથા બંધ કરી લાઇસન્સ કાઢવાની તેમજ અન્ય આનુસંગિક કામગીરી ઓનલાઈન કરી છે. સાથે જ અકસ્માતનું પ્રમાણ ઘટે તે માટે ડ્રાઈવિંગ લાઇસન્સ કાઢવાની પ્રક્રિયા કડક બનાવી ડ્રાઈવિંગ લાઇસન્સ માટે કોમ્પ્યુટર ટેસ્ટ અને ટુ-વ્હીલર, થ્રિ-વ્હીલર, ફોર-વ્હીલર અને હેવી વાહનો માટે ટ્રેક ટેસ્ટ ફરજીયાત બનાવી સીસીટીવી સાથે મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. જો કે, આમ છતાં પણ આરટીઓની આંખમાં ધૂળ નાંખી દલાલો સક્રિય બની 5500 થી 8 હજાર રૂપિયામાં ટ્રેક ટેસ્ટ અને કોમ્યુટર ટેસ્ટ પાસ કરાવવાના ધંધા કરી રહ્યા છે.
- Advertisement -
ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સ્ટેટસ મૂકી જાહેરાત કરી
રાજદીપસિંહ રાજપૂત ઓફિસિયલ નામના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સ્ટેટ્સ મૂકી જાહેરાત કરવામાં આવી છે. જેમાં લખ્યું છે કે, 2 વ્હિલરનું લાઇસન્સ હોય અને 4 વ્હિલરનું વગર ટ્રાયલે પાસ કરવું હોય તો 5500માં થશે. આ માટે નીચે આપેલા નંબર પર સંપર્ક કરવો, જે નંબર છે XXXXXX3627, જ્યારે બીજી એક પોસ્ટમાં લખાયું છે કે, 2 વ્હિલર અને 4 વ્હિલરનું લાઇસન્સ કઢાવો વગર ટ્રાયલે માત્ર રૂ.8000માં.
RTOના કોઈ અંદરના માણસોની સંડોવણી હોવાની શક્યતા
સમગ્ર મામલો રાજકોટ આરટીઓ કચેરીના ધ્યાને આવતા પુરાવાઓ એકત્રિત કરી ડ્રાઈવિંગ લાઇસન્સમાં ખેલ પાડતા શખ્સને કાનૂની ગિરફ્તમાં લેવા તજવીજ શરૂ કરી, બી-ડિવિઝન પોલીસ સ્ટેશનમાં અરજી આપવામાં આવી છે. તપાસ બાદ ફરિયાદ સાથે વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, આ બનાવમાં સરકારી કર્મચારીઓ કે છઝઘના કોઈ અંદરના માણસોની સંડોવણી હોવાની શક્યતા છે. જ્યારે તેમાં પણ કોઈ તથ્યતા સામે આવશે તો કાર્યવાહી હાથ ધરવામાં આવશે.