ક્રિષ્ના ઇન્ટરનેશનલ સ્કૂલનું નવતર કૌભાંડ
વાલીઓને અંધારામાં રાખીને ક્રિષ્ના સ્કૂલનાં મહેન્દ્ર અને તૃપ્તિ ગજેરાની ભયંકર ગેરરીતિ
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.18
રાજકોટના હેમુ ગઢવી હોલ પાછળ ગૌતમનગરમાં આવેલી ક્રિષ્ના સ્કૂલ અને તેની જ એક અન્ય બ્રાન્ચ ભાવનગરરોડ પર આવેલી ક્રિષ્ના ઈન્ટરનેશનલ સ્કૂલમાં ડમી વિદ્યાર્થીઓના નામે જશ ખાટવાના પ્રકરણ બાદ વાલીઓએ ચેતવા જેવું વધુ એક પ્રકરણ પ્રકાશમાં આવ્યું છે. શહેરના ગૌતમનગર વિસ્તારમાં આવેલી ક્રિષ્ના સ્કૂલમાં ગુજરાત બોર્ડની માન્યતા મળેલી છે અને શહેર બહાર ભાવનગર રોડ પર આવેલી ક્રિષ્ના ઈન્ટરનેશનલ સ્કૂલમાં સીબીએસસી બોર્ડની માન્યતા મળેલી છે. આમ છતાં શહેરના ગૌતમનગરમાં આવેલી ક્રિષ્ના સ્કૂલમાં ગેરકાયદે સીબીએસસી બોર્ડના વિદ્યાર્થીઓને ભણાવવામાં આવી રહ્યા છે. મતલબ કે, રાજકોટની ક્રિષ્ના સ્કૂલમાં સીબીએસસી બોર્ડમાં ભણતા વિદ્યાર્થીઓનું નામ ભાવનગરરોડ પર આવેલી ક્રિષ્ના ઈન્ટરનેશનલ સ્કૂલમાં બોલે છે.
ખાસ-ખબરને પ્રાપ્ત સજ્જડ પુરાવાઓ પરથી જાણવા મળ્યું છે કે, ક્રિષ્ના સ્કૂલના માલિક મહેશ ઉર્ફે મહેન્દ્ર ગજેરા અને સંચાલક તૃપ્તિ ગજેરા દ્વારા ભાવનગરરોડ પર આવેલી ક્રિષ્ના ઈન્ટરનેશનલ સ્કૂલ સીબીએસસી બોર્ડના વિદ્યાર્થીઓને ગૌતમનગરમાં ગુજરાત બોર્ડની ક્રિષ્ના સ્કૂલ ભણાવવામાં આવી રહ્યા છે. જે તદ્દન ગેરકાયદે અને નિયમ વિરુદ્ધ છે. અલબત્ત આ સમગ્ર મામલે સ્કૂલના વાલીઓને પણ અંધારામાં રાખવામાં આવ્યા હોવાનું વાલીઓ સાથેની વાતચિત પરથી માલૂમ પડ્યું છે. રાજકોટ ક્રિષ્ના સ્કૂલમાં ગુજરાત બોર્ડની માન્યતા પ્રાપ્ત બ્રાન્ચમાં સીબીએસસી બોર્ડ માન્યતા બ્રાન્ચના વિદ્યાર્થીઓ ભણાવવામાં આવી રહ્યા હોવા મામલે રાજકોટ જિલ્લા શિક્ષણાધિકારીએ પગલાં લઈ તાત્કાલિક કડક કાર્યવાહી કરવી અનિવાર્ય છે. ઉપરાંત આ મામલે ક્રિષ્ના સ્કૂલના વાલીઓ સહીત અન્ય વાલીઓ પણ ચેતવા જેવું છે.
- Advertisement -
રાજકોટનાં ગૌતમનગરમાં આવેલી ક્રિષ્ના સ્કૂલમાં CBSE બોર્ડમાં ભણતા વિદ્યાર્થીઓનું નામ ભાવનગર રોડ પર આવેલી ક્રિષ્ના ઈન્ટરનેશનલ સ્કૂલમાં બોલે છે
મહેન્દ્ર ગજેરા અને તૃપ્તિ ગજેરાની ચાલાકીથી વાલીઓ અજાણ!
હકીકતમાં ક્રિષ્ના સ્કૂલના મહેન્દ્ર અને તૃપ્તિ ગજેરા ભાવનગર રોડ પર આવેલી ક્રિષ્ના ઈન્ટરનેશનલ સ્કૂલ સીબીએસસી બોર્ડના વિદ્યાર્થીઓને ગૌતમનગરમાં આવેલી ગુજરાત બોર્ડની ક્રિષ્ના સ્કૂલ ભણાવવામાં આવી રહ્યા છે કે નહીં તે જાણવા ખાસ-ખબર દ્વારા ક્રિષ્ના સ્કૂલ સીબીએસસી બોર્ડમાં ભણતા વાલીઓનો સંપર્ક કરવામાં આવ્યો હતો. ક્રિષ્ના સ્કૂલમાં સીબીએસસી બોર્ડમાં પોતાના સંતાનના એડમિશન લીધેલા વાલીઓએ આ અંગે આપેલી જાણકારી પરથી ગજેરા દંપતિની ચાલાકી ઉઘાડી પડી ગઈ હતી. આશરે એકાદ ડઝન જેટલા વાલીઓએ ખાસ-ખબરને જણાવ્યું હતું કે, તેમના સંતાનનું એડમિશન તેમણે ક્રિષ્ના ઈન્ટરનેશનલ સ્કૂલ સીબીએસસી બોર્ડમાં લીધેલું છે અને તેમના સંતાનો ભણવા માટે શહેરના ગૌતમનગરમાં આવેલી ક્રિષ્ના સ્કૂલમાં જાય છે. હવે જો રાજકોટમાં આવેલી ક્રિષ્ના સ્કૂલમાં સીબીએસસી બોર્ડની માન્યતા જ મળેલી નથી આ સ્કૂલમાં વિદ્યાર્થીઓને કઈ રીતે ભણાવી શકે?
નિશા મેડમ અમારા સંતાનોના પ્રિન્સિપાલ: SBSC બોર્ડના વિદ્યાર્થીઓના વાલીઓ, જોકે ઓનપેપર પ્રિન્સિપાલ શર્મા સર
ખાસ-ખબર દ્વારા રાજકોટમાં આવેલી ક્રિષ્ના સ્કૂલમાં ગેરકાયદે અભ્યાસ કરતા સીબીએસસી બોર્ડના વિદ્યાર્થીઓના વાલીઓનો સંપર્ક કરવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે, નિશા મેડમ અમારા સંતાનોના પ્રિન્સિપાલ છે. જોકે વાસ્તવમાં નિશા મેડમ ક્રિષ્ના સ્કૂલના એચઓડી છે, સીબીએસસી બોર્ડની અહીં માન્યતા જ પ્રાપ્ત નથી એટલે હકીકતમાં ભાવનગર રોડ પર આવેલી સીબીએસસી બોર્ડ માન્યતા પ્રાપ્ત ક્રિષ્ના ઈન્ટરનેશનલ સ્કૂલમાં ઓનપેપર પ્રિન્સિપાલ શર્મા સર છે.
RTEમાં એડમિશન ન લેવા પડે એટલે ધો. 1માં CBSE બોર્ડમાં એડમિશન આપવાનું કહી ગુજરાત બોર્ડમાં એડમિશન આપે છે!
નીતિમત્તા નેવે મૂકી અને પ્રામાણિકતા પર પાણી ફેરવી ક્રિષ્ના સ્કૂલના મહેન્દ્ર અને તૃપ્તિ ગજેરા દ્વારા સીબીએસસી બોર્ડમાં એડમિશન માટે આવતા વાલીઓને ધો. 1માં ગુજરાત બોર્ડમાં એડમિશન આપી દેવામાં આવે છે. ત્યારબાદ આગળના ધોરણથી ગુજરાત બોર્ડનું એડમિશન સીબીએસસી બોર્ડમાં ફેરવી દેવામાં આવે છે. આ પાછળનું એક કારણ એ છે કે, જો ક્રિષ્ના સ્કૂલમાં ધો. 1માં સીબીએસસી એડમિશન કરવામાં આવે તો તેમને આઈટીઈ અંતર્ગત એડમિશન કરવું પડે તેથી ચાલાકીપૂર્વક ગજેરા દંપતિ વાલીઓને ધો. 1માં સીબીએસસી બોર્ડમાં એડમિશન આપવાનું કહી ગુજરાત બોર્ડમાં એડમિશન આપે છે!