ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ
જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં થતા કામ બાબતે અનેક વિવાદો જોવા મળ્યા છે ત્યારે ધારાસભ્યએ પણ નરસિંહ મહેતા સરોવરના કામ બાબતે મુખ્યમંત્રીને પત્ર લખ્યો હતો. ત્યારે હવે વોર્ડ નં.10ના ભાજપ નગર સેવક હિતેન ઉદાણીએ ગઇકાલે મનપા કચેરી ખાતે વોર્ડના સ્થાનિક રહીશોને લઇને કચેરી ખાતે રામધૂમ બોલાવી વિરોધ પ્રગટ કર્યો હતો. જૂનાગઢ મનપા દ્વારા શહેરના અનેક વોર્ડમાં યોગ્ય રીતે કામગીરી થતી ન હોવાની ફરિયાદો ઉઠવા પામી છે. જેમાં વોર્ડ 10ના ભાજપ નગર સેવકના વોર્ડમાં યોગ્ય રીતે કામગીરી થતી ન હોય અને વોર્ડના પ્રશ્ર્નો ઉકેલાતા ન હોય
- Advertisement -
જે બાબતે અનેકવાર કમિશ્નરથી લઇને મેયર સુધી રજૂઆત કરવા છતા વોર્ડના લાઇટ, પાણી, ગટર તેમજ રસ્તાના પ્રશ્ર્ને અનેકવાર રજૂઆત કરવા છતા પણ પ્રશ્ર્ન ઉકેલાતા ન હોય જેના કારણે ગઇકાલે સ્થાનિક લોકો સાથે મનપા કચેરીએ પહોંચીને રામધૂમ બોલાવી હતી અને ધારદાર રજૂઆત કરી હતી. અને એવી પણ ચિમકી ઉચ્ચારી હતી કે, જો ટુંક સમયમાં વોર્ડની સમસ્યા ઉકેલાશે નહી તો ધરણા પર ઉતરવાની ચિમકી ઉચ્ચારી હતી. આમ મનપા સામે ધારાસભ્ય બાદ ભાજપના સભ્યએ વિરોધ કરી રોષ વ્યક્ત કર્યો હતો.