પાકિસ્તાની મૂળના અમેરિકન ઉદ્યોગપતિએ કહ્યુ, મોદી એક અદ્ભુત નેતા, તેઓ એવા વડાપ્રધાન છે કે જેમણે પોતાની રાજનીતિ જોખમમાં નાખીને પ્રતિકૂળ સંજોગોમાં પાકિસ્તાનની મુલાકાત લીધી હતી
પાકિસ્તાની મૂળના એક અગ્રણી અમેરિકન ઉદ્યોગપતિએ પ્રધાનમંત્રી મોદીને મજબૂત નેતા ગણાવ્યા
- Advertisement -
પાકિસ્તાની મૂળના એક અગ્રણી અમેરિકન ઉદ્યોગપતિએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મજબૂત નેતા ગણાવ્યા છે. વાત જાણે એમ છે કે, પાકિસ્તાની મૂળના એક અગ્રણી અમેરિકન ઉદ્યોગપતિએ કહ્યું કે, નરેન્દ્ર મોદીએ ભારતને નવી ઉંચાઈઓ પર પહોંચાડ્યું છે અને તેઓ ત્રીજી વખત દેશના વડાપ્રધાન તરીકે સત્તા પર પાછા ફરશે. બાલ્ટીમોર સ્થિત બિઝનેસમેન સાજિદ તરારે કહ્યું કે, મોદી માત્ર ભારત માટે જ નહીં પરંતુ સમગ્ર દક્ષિણ એશિયા અને વિશ્વ માટે સારા છે અને આશા છે કે પાકિસ્તાનને પણ તેમના જેવો નેતા મળશે.
પાકિસ્તાની મૂળના અમેરિકન ઉદ્યોગપતિએ બિઝનેસમેન સાજિદ તરારે એક ન્યૂઝ એજન્સી સાથે વાત કરતાં કહ્યું કે, મોદી એક અદ્ભુત નેતા છે. તે જન્મજાત નેતા છે. તેઓ એવા વડાપ્રધાન છે કે જેમણે પોતાની રાજનીતિ જોખમમાં નાખીને પ્રતિકૂળ સંજોગોમાં પાકિસ્તાનની મુલાકાત લીધી હતી. મને આશા છે કે, તે પાકિસ્તાન સાથે વાતચીત અને વેપાર શરૂ કરશે. શાંતિપૂર્ણ પાકિસ્તાન ભારત માટે પણ સારું છે. એક પ્રશ્નના જવાબમાં તરારે કહ્યું, બધે લખેલું છે કે મોદી ભારતના આગામી વડાપ્રધાન હશે. તેમણે કહ્યું કે, ભારત એક યુવા દેશ છે અને તે તેની યુવા વસ્તી વિષયક સ્થિતિનો લાભ ઉઠાવી રહ્યો છે.
VIDEO | "(PM)Modi is a remarkable leader. He's a natural born leader. He is the one prime minister who has visited Pakistan in adverse circumstances and risked his political capital. I am expecting that Modi Ji will start dialogue, and trade with Pakistan," Baltimore-based… pic.twitter.com/Wu0UPFVyNZ
- Advertisement -
— Press Trust of India (@PTI_News) May 15, 2024
ભવિષ્યમાં લોકો ભારતીય લોકશાહીમાંથી શીખશે
સાજીદ તરાર 1990ના દાયકામાં અમેરિકા ગયા હતા. પાકિસ્તાનમાં શાસન કરતા નેતાઓ સાથે તેના ઘણા સારા સંબંધો છે. સાજિદ તરારે કહ્યું, આ એક ચમત્કાર સિવાય બીજું કંઈ નથી કે ભારતમાં 97 કરોડ લોકો તેમના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. ભારત વિશ્વની સૌથી મોટી લોકશાહી છે. હું ત્યાં મોદીની લોકપ્રિયતા જોઈ રહ્યો છું અને 2024માં ભારતનો ઉદય આશ્ચર્યજનક છે. આ કહેવા જેવી વાર્તા છે. તમે ભવિષ્યમાં જોશો કે લોકો ભારતીય લોકશાહીમાંથી શીખશે.
આ સાથે એક પ્રશ્નના જવાબમાં સાજિદ તરારે કહ્યું કે, પાકિસ્તાન આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યું છે, જેના પરિણામે પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર (PoK) સહિત દેશના ઘણા ભાગોમાં સામાજિક અશાંતિ જોવા મળી રહી છે. તેમણે કહ્યું, પાકિસ્તાન આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. મોંઘવારી ઘણી છે. પેટ્રોલના ભાવ ઊંચા છે. IMF ટેક્સ વધારવા માંગે છે. વીજળીના ભાવમાં વધારો થયો છે. અમે નિકાસ કરી શકતા નથી. Pokમાં વિરોધ મુખ્યત્વે વીજળીના બિલમાં વધારાને કારણે છે.
પાકિસ્તાનમાં અશાંતિ અને રાજકીય અસ્થિરતા
પાકિસ્તાની મૂળના અમેરિકન ઉદ્યોગપતિએ બિઝનેસમેન સાજિદ તરારે PoKના લોકોને આર્થિક મદદ કરવાના પાકિસ્તાની વડાપ્રધાનના નિર્ણય પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું, આના માટે પૈસા ક્યાંથી આવશે? પાકિસ્તાન IMF સાથે નવા સહાય પેકેજ પર ચર્ચા કરી રહ્યું છે. દેશ આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યો છે. અફસોસની વાત એ છે કે, પાયાના સ્તરના પ્રશ્નોના નિરાકરણ માટે કોઈ પ્રયાસો કરવામાં આવતા નથી. નિકાસ કેવી રીતે વધારવી? આતંકવાદને કેવી રીતે નિયંત્રિત કરવો અને કાયદો અને વ્યવસ્થા કેવી રીતે સુધારવી. હાલમાં PoKની જેમ સમગ્ર પાકિસ્તાનમાં અશાંતિ અને રાજકીય અસ્થિરતા છે. અમે એવું નેતૃત્વ મેળવવા માંગીએ છીએ જે અમને આ તમામ મુદ્દાઓથી દૂર આગળના સ્તર પર લઈ જઈ શકે.