દેશની આર્થિક પ્રવૃત્તિઓમાં અદાણી જૂથનું વધતું યોગદાન
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.16
- Advertisement -
દેશની આર્થિક પ્રવૃત્તિઓમાં અદાણી જૂથની આગેવાનીમાં યોગદાન સતત વધી રહ્યું છે. સોમવારે પ્રકાશિત થયેલા એક અહેવાલ મુજબ અદાણી જૂથની આગેવાની હેઠળ એપ્રિલમાં મજબૂત ડીલ-મેકિંગ જોવા મળી હતી. એપ્રિલમાં અદાણી ગ્રૂપ દ્વારા 2 બિલિયનના મૂલ્યના ત્રણ મોટા ડોમેસ્ટિક ક્ધસોલિડેશન કરવામાં આવ્યા હતા. એપ્રિલમાં અદાણી જૂથ દ્વારા 9.4 બિલિયનના 191 સોદા થયા હતા. જે કુલ ડીલ મૂલ્યોના 38 ટકા હતો. સોમવારે પ્રકાશિત ગ્રાન્ટ થોર્ટનના ‘ભારત ડીલટ્રેકર’ અહેવાલ મુજબ અદાણી જૂથની આગેવાનીમાં થયેલા સોદાઓથી વોલ્યુમમાં 21 ટકાનો વધારો થયો હતો. જોકે તે માર્ચની સરખામણીના મૂલ્યોમાં 37 ટકા ઓછો હતો. એપ્રિલ મહિનામાં કુલ 3.8 બિલિયનના 12 ઉચ્ચ-મૂલ્યના (100 મિલિયનથી વધુ) સોદા જોવા મળ્યા હતા. ગ્રાન્ટ થોર્ટનના પાર્ટનર શાંતિ વિજેથાએ જણાવ્યું હતું કે, આ તમામ ડીલ્સનું આઉટલૂક સકારાત્મક રહ્યું, જે ટેક્નોલોજી, ઉપભોક્તા અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રોને વિસ્તૃત કરતી અને ભવિષ્યની યોજનાઓ દ્વારા સમર્થિત છે. અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશિયલ ઈકોનોમિક ઝોન લિમિટેડ (APSEZ) એ SP ગ્રુપમાં 56 ટકા હિસ્સો અને ગોપાલપુર પોર્ટ લિમિટેડ ( GPL)માં ઓરિસ્સા સ્ટીવેડોર્સ લિમિટેડ (OSL)માં 39 ટકા હિસ્સો રૂ. 3,080 કરોડમાં હસ્તગત કર્યો હતો. પ્રકાશિત અહેવાલમાં અદાણી પોર્ટ્સ દ્વારા ગોપાલપુર પોર્ટ લિમિટેડના હસ્તાંતરણ દ્વારા પરિવહન અને લોજિસ્ટિક્સ સેક્ટરને વેગ મળવાથી તેની લોજિસ્ટિકલ ક્ષમતાઓમાં વધારો થયો હોવાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
જે ભારતની વધતી જતી આંતરરાષ્ટ્રીય વેપારની માંગને ટેકો આપવા માટે મહત્વપૂર્ણ છે. અદાણી ગ્રૂપની બિલ્ડિંગ મટિરિયલ કંપની અંબુજા સિમેન્ટ્સે, માય હોમ ગ્રૂપના તૂતીકોરીન તમિલનાડુ સ્થિત1.5 ખઝઙઅ (વાર્ષિક મિલિયન ટન) સિમેન્ટ ગ્રાઇનિ્ંડગ યુનિટ રૂ. 413.75 કરોડમાં હસ્તગત કરવાની જાહેરાત કરી છે. અહેવાલમાં ખાસ જણાવાયું છે કે, “અદાણી જૂથના 2 બિલિયનના મૂલ્યના વ્યૂહાત્મક એક્વિઝિશન્સે મુખ્ય ઉદ્યોગોને મજબૂત કરવા તરફના વલણને રેખાંકિત કર્યું છે.” સિમેન્ટ ઉદ્યોગમાં અદાણી ગ્રૂપના એક્વિઝિશનની આગેવાની હેઠળના મેન્યુફેક્ચરિંગ સેક્ટરે “ઉત્પાદન ક્ષમતા અને બજારની પહોંચને વધારવાના હેતુથી નોંધપાત્ર એકત્રીકરણના પ્રયાસો કર્યા હતા” અહેવાલમાં એમ પણ જણાવ્યુ છે કે, મૂડી બજારો વાઇબ્રન્ટ રહ્યા હતા જેમાં 4 IPO એ ગયા મહિને 2.8 બિલિયન એકત્ર કર્યા હતા અને 11 QIP એ ગયા મહિને 1.4 બિલિયન મેળવ્યા હતા. ગ્રાન્ટ થોર્ટન ઈન્ટરનેશનલની સભ્ય સંસ્થા ગ્રાન્ટ થોર્ટન ભારત અગ્રણી વ્યાવસાયિક સંસ્થા છે. જે વિવિધ ઉદ્યોગો અને સેવા ક્ષેત્રોમાં બિઝનેસ અને સરકારો સાથે ક્ધસલ્ટિંગ, કર, જોખમ, અને ડિજિટલ ટેક્નોલોજી ટ્રાન્સફોર્મેશન જેવા ક્ષેત્રોમાં કામ કરવાનો બહોળો અનુભવ ધરાવે છે.