ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.14
જૂનાગઢ માર્કેટીંગ યાર્ડમાં જણસીના સારા ભાવ મળતા હોવાના લીધે તુવેર, ચણા, તલ, મગના સારા ભાવ મળવાના લીધે જણસીની આવકમાં વધારો જોવા મળી રહ્યો છે. જયારે યાર્ડમાં જણસીની આવક થતી હોય તેમાં તલ, મગ અને એરંડામાં ભાવ વધારો જોવા મળ્યો હતો. જ્યારે તૂવેર અને ચણાની આવક પણ વધી છે. જૂનાગઢ માર્કેટીંગ યાર્ડમાં તલના ભાવમાં મણે રૂા.132નો ઉછાળો રહેતા મણના રૂા.2836 અને મગના ભાવમાં રૂા.28નો વધારો થતા મણના રૂા.2023 જોવા મળ્યા હતા.
- Advertisement -
એરંડામાં પણ સામાન્ય ઉછાળો જોવા મળતા મણનો ઉંચો ભાવ રૂા.1092 રહ્યા હતા. એક તરફ જવા જઇએ તો બીજા માર્કેટીંગ યાર્ડ કરતા જૂનાગઢ માર્કેટીંગ યાર્ડમાં જળસીના ભાવ વધુ મળતા અને ખેડૂતોના ખાતામાં ડાયરેક્ટ રૂપિયા જમા થતા હોવાને લીધે ખેડૂતોમાં પણ ખુશી જોવાઇ રહી છે. ત્યારે છેલ્લા ઘણા સમયથી તૂવેર અને ચણાની આવક વધી છે. જેમાં તૂવેરના મણના ભાવ 20336 રહેતા 930 ક્વિન્ટલ આવક જ્યારે ચણાની વાત કરીએ તો મણના ભાવ રૂા.1231 મળતા 344 ક્વિન્ટલ આવક જોવા મળી હતી. ત્યારે જૂનાગઢ યાર્ડના સેક્રેટરી દિવ્યેશભાઇ ગજેરાએ જણાવ્યુ હતુ કે, જૂનાગઢ માર્કેટીંગ યાર્ડ જણસીની આવકથી સતત ધમધમી રહ્યુ છે.