સ્ટ્રોંગરૂમ સીસીટીવી, પેરામિલિટરી અને એસઆરપી સાથે પોલીસ બંદોબસ્ત: સ્ક્રીનના માધ્યમથી અંદરના ફૂટેજ જોઈ શકે તેવી વ્યવસ્થા ઉભી કરાઈ
જૂનાગઢ લોકસભા બેઠક પર કુલ 59.07 ટકા મતદાન
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.9
જૂનાગઢ લોકસભા સામાન્ય ચૂંટણીનું મતદાન તા.7 મેના રોજ યોજાય ગયું ત્યારે મતદાનના ફાઇનલ આંકડા જાહેર થયા છે જેમાં જૂનાગઢ અને ગીર સોમનાથ જિલ્લાની 7 વિધાનસભા બેઠક પર 59.07 ટકા મતદાન થયું છે.જેમાં ફાઇનલ આંકડા જાહેર થતા 0.83 ટકા મતદાન વધ્યું છે.પરંતુ સરેરાશ મતદાન 59.07 ટકા મતદાન જાહેર થયું છે.જેમાં જૂનાગઢ 54.47 અને સોમનાથ બેઠક પર સૌથી વધુ 70.16 ટકા અને સૌથી ઓછું વિસાવદર બેઠક પર 46.58 ટકા મતદાન થયું છે.
ત્યારે જૂનાગઢ લોકસભા બેઠકનું મતદાન પૂર્ણ થયા બાદ તમામ ઈવીએમને કૃષિ યુનિવર્સીટી ખાતે સ્ટ્રોંગરૂમમાં ફૂલ સિક્યોરિટી સાથે સીલ મારી દેવામાં આવ્યું છે અને ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. જૂનાગઢ લોકસભા ચૂંટણીનું મતદાન પૂર્ણ થયા બાદ તમામ ઇવીએમને જૂનાગઢ કૃષિ યુનિ.ખાતે આવેલ કૃષિ અને ઇજનેર મહાવિદ્યાલના સ્ટ્રોગરૂમમાં ઇવીએમને ફુલ સિકયોરીટી સાથે સીલ કરી દેવામાં આવ્યા છે. જેમાં સ્ટ્રોગરૂમ સાથે 80 જેટલા સીસીટીવી કેમેરા ગોઠવી દેવામાં આવ્યા છે.
- Advertisement -
તેમજ પેરામિલીટ્રી ફોર્સ તેમજ એસઆરપી જવાનો અને સ્થાનિક પોલીસ દ્વારા રાઉન્ડ ધ કલોક પેટ્રોલીંગ ગોઠવીને ચુસ્ત બંદોબસ્ત જાળવવામાં આવી રહ્યો છે. જૂનાગઢ લોકસભા બેઠકની ચૂંટણી બાદ તમામ 1847 ઇવીએમને કૃષિ યુનિ.ખાતેના સ્ટ્રોગરૂમમાં રાખવામાં આવ્યા છે અને આ રૂમને સીલ મારી દેવામાં આવ્યુ છે. સ્ટ્રોગરૂમ ખાતે 80 સીસીટીવી કેમેરા, પેરામીલીટરી અને ફોર્સના જવાન, એસઆરપી અને સ્થાનિક પોલીસ જવાનોનો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
આ સીસીટીવી કેમેરાના ફુટેજના નિરીક્ષણ માટે કૃષિ યુનિવર્સિટીમાં જ કંટ્રોલરૂમ બનાવવામાં આવ્યો છે રાઉન્ડ ધ કલોક નિરીક્ષણ કરવામાં આવશે. આ ઉપરાંત સ્ટ્રોગરૂમ બહાર સાત સ્ક્રીન ગોઠવવામાં આવી છે. જયા અંદરના ફુજેટ જોઇ શકાશે. આ સ્ક્રીનની સામે સોફાની પણ વ્યવસ્થા કરવામાં આાવી છે. જયાં બેસીને રાજકીય પક્ષના કાર્યકરો સ્ક્રીનમાં અંદરના ફુટેજ જોઇ શકશે. નિરીક્ષણ માટે કાર્ટકરોને શિફટ વાઇઝ બેસાડવા તજવીજ હાથ ધરવામાં આવી હોવાનું કોંગ્રેસના સુત્રોએ જણાવ્યુ હતુ.