ત્રણ દિવસીય કેમ્પમાં 97 દર્દીએ લાભ લીધો
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
- Advertisement -
સરગમ ક્લબ અને મંજુલાબેન કલ્યાણજીભાઈ ઠકરાર (લંડન)ના સયુંકત ઉપક્રમે જયપુર ફૂટ કેમ્પ યોજાયો હતો. આ કેમ્પમાં કુલ 97 દર્દીઓએ લાભ લીધો હતો, જેમાં કેલિપર્સના દર્દી 47 લેગ (પગ)ના દર્દી 36 અને રીપેરીંગ 14 દર્દી વિનામૂલ્યે લાભ લીધો હતો. સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળા અને કલ્યાણજીભાઈ ઠકરારએ જણાવ્યા અનુસાર આ કેમ્પમાં જરૂરતમંદોને વિનામૂલ્યે કૃત્રિમ પગ બેસાડવામાં આવે છે. આગામી કેમ્પ તા. 1-6ના રોજ યોજાશે.
આ કેમ્પમાં અમોને મુખ્ય સહયોગ મંજુલાબેન કલ્યાણજીભાઈ ઠકરાર, જયુભાઈ ઠકરાર અને શિલ્પાબેન ઠકરાર (લંડન) પરિવારનો સહયોગ મળ્યો છે. દર વર્ષે 1 મેના રોજ લંડન નિવાસી મંજુલાબેન કલ્યાણજીભાઈ ઠકરાર દ્રારા જયપુર ફૂટ કેમ્પ યોજાશે.
આ કેમ્પની સફળતા માટે સરગમ ક્લબના પ્રમુખ ગુણવંતભાઈ ડેલાવાળા તેમજ મંજુલાબેન કલ્યાણજીભાઈ ઠકરાર તથા કમાણી ફાઉન્ડેશનનાં માર્ગદર્શન હેઠળ યોજાયેલ. આ કેમ્પને સફળ બનાવવા માટે દીપકભાઈ કમાણી, રશ્મિભાઈ કમાણી, કિશોરભાઈ પરમાર, જે. કે. સરાઠે તથા સરગમ કલબના કમિટી મેમ્બર પ્રફુલભાઈ મિરાણી, અનવરભાઈ ઢેબા, મનસુખભાઈ વડુકુલ તેમજ અલ્કાબેન કામદાર, મધુરીકાબેન જાડેજા, કૈલાશબા વાળા, સુધાબેન દોશી, જયશ્રીબેન વ્યાસ, ભાવનાબેન મહેતા, હર્ષાબેન પીઠડીયા, હર્ષાબેન કથ્રેચા, દિવ્યાબેન ઉમરાણીયા, નિશબેન વડગામા, શોભનાબેન સૌમેયા વગેરે જહેમત
ઉઠાવી હતી.