ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.6
સંવેદનશીલ બુથો પર પેરામિલિટરી ફોર્સ રાખવામાં આવી : પોલીસ બંદોબસ્ત સાથે મોબાઈલ વાનથી પેટ્રોલિંગ કરવામાં આવશે
- Advertisement -
લોકસભાની ચૂંટણીને લઇ વહીવટી તંત્ર સજ્જ બન્યું છે.પોલીસ કમિશ્નર રાજુ ભાગર્વનુ કહેવુ છે કે,સવારના 7 વાગ્યાથી મતદાન શરૂ થશે,મતદાન માટે આધાર કાર્ડ, લાઇસન્સ, ચૂંટણી કાર્ડ માન્ય રહેશે, મતદાન બુથ ઉપર પાણીની ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે,પોલીસ સ્ટાફ માટે 20 ઇલેક્ટ્રિક અઈ બસ મુકવામાં આવી છે.
પોલીસ કમિશનરનું કહેવુ છે કે,મતદાન કેન્દ્રમાં મોબાઈલ પ્રતિબંધિત છે,મતદાન માટે કર્મચારીઓને ફરજિયાત રજા આપવાની રહેશે,2036 સંવેદનશીલ મથક ઉપર CRPF મુકવામાં આવી છે,સાંજે 6 વાગ્યા સુધી મતદાન કરી શકાશે,2036 સંવેદનશીલ મથક ઉપર ભિાર મુકવામાં આવી છે,1000 બુથ ઉપર વેબ કાસ્ટીંગ કરાશે,વોટર આઇડી કાર્ડ ની ઝેરોક્ષ નહી ઇ કાર્ડ માન્ય રહેશે,10 હજાર લોકો ઉપર અટકાયતી પગલાં લેવાયા છે, સંવેદનશીલ મથક ઉપર ભિાર ની ટુકડીઓ મુકવામાં આવી છે.પોલીસની મોબાઈલ ખાસ વ્યવસ્થા હેઠળ છે જેની સંખ્યા 60 જેટલી છે,30 જેટલી મોબાઈલ દ્વારા પીઆઇ અને મભા કક્ષાના અધિકારીઓ બુથ ઉપર નજર રહેશે. 6 કરોડ થી વધુનો મુદ્દામાલ કબ્જે કરાયો છે,જેમાં લિકર સહિતની વસ્તુઓ હતી,ચૂંટણી લક્ષી કોઇ વસ્તુઓ મળી આવી નથી,15 હજાર થી વધુ કર્મચારીઓનું પોસ્ટલ બેલેટ મતદાન થયુ છે,75 ટકા કરતા વધુ મતદાન નોંધાયું છે.ચૂંટણી ફરજમાં રહેલા કર્મચારીઓને ફૂડ પેકેટ નહી પરંતુ ફૂડ એલાઉન્સ આપવામાં આવશે, સ્થાનિક રીતે જ વ્યવસ્થા કરવાની રહેશે.
રાજકોટ લોકસભા બેઠકમાં 2,036 મતદાન મથકો આવેલા છે. જેમાં 15,000થી વધુ સ્ટાફ ફરજ બજાવી રહ્યો છે. ગરમીને કારણે આજે સવારે 6 વાગ્યાથી મતદાન મથકો પર EVM મશીન મોકલવા માટે સ્ટાફને બોલાવી લેવામાં આવેલો છે. સાહિત્યનું વિતરણ પૂર્ણ થઈ ગયું છે અને ઝડપથી EVM મતદાન મથકો પર કર્મચારીઓ મારફત રવાના કરવામાં આવશે. પેરા મીલીટરી ફોર્સની 12 જેટલી કંપની રાજકોટમાં આવી પહોંચી છે તે સિવાય 1,052 મતદાન મથક પર લાઈવ વેબકાસ્ટિંગ થવાનું છે. 250થી વધુ માઇક્રો ઓબ્ઝર્વર સંવેદનશીલ વિસ્તારમાં મોકલવામાં આવશે. આ ઉપરાંત મતદાન મથક પર છાયડો, પાણી, ખુરશીઓ સહિતની વ્યવ્સ્થાઓ પણ કરવામાં આવી છે.