બ્રિટનની કોર્ટમાં એસ્ટ્રાજેનેકાએ રજુ કરેલા દસ્તાવેજો પરથી ઘટસ્ફોટ
આ કોવિડ-19 વેક્સિનને કારણે લોહીના ગંઠાઈ જવાથી લઈને TTS સુધીની આડઅસરો જોવા મળી શકે છે. બીજા શબ્દોમાં કહીએ તો હાર્ટ એટેક, બ્રેઇન સ્ટ્રોક અને પ્લેટલેટ્સ ઘટી શકે એવી સમસ્યા થઈ શકે છે.
કોરોના વાયરસને રોકવા માટે વપરાતી વેક્સીનની આડઅસરના અનેક દાવાઓ વચ્ચે કોવિશિલ્ડ વેક્સીન બનાવતી કંપની એસ્ટ્રાઝેનેકાએ મોટો ખુલાસો કર્યો છે. કંપનીએ કોર્ટમાં રજૂ કરેલા દસ્તાવેજોમાં પહેલીવાર સ્વીકાર્યું છે કે કોવિડ-19ની વેક્સીન આડઅસર કરી શકે છે. જો કે, કંપનીએ દાવો કર્યો છે કે આવી આડઅસરોના કેસોની સંખ્યા ઘણી ઓછી છે.
- Advertisement -
કોવિડ -19 વેક્સિનથી થાય છે આડઅસરો
Oxford-AstraZenecaએ કોવિડ વેક્સીન વિશે મોટી વાત કહી છે. હકીકતમાં, કોવિડ રસીના નિર્માતા એસ્ટ્રાઝેનેકાએ યુકે હાઈકોર્ટમાં આપેલા તેના કોર્ટ દસ્તાવેજોમાં પ્રથમ વખત સ્વીકાર્યું કે તેની કોવિડ -19 રસી TTS જેવી દુર્લભ આડઅસરોનું કારણ બની શકે છે.
હાર્ટ એટેક, બ્રેઇન સ્ટ્રોક અને પ્લેટલેટ્સ ઘટી શકે
લોકો હંમેશા કોવિડ રસીની આડઅસરો વિશે વાત કરે છે પરંતુ અત્યાર સુધી તેની આડ અસરોને લઈને કોઈએ ગંભીરતા દાખવી નથી. એવામાં સોમવારે 29 એપ્રિલના રોજ એસ્ટ્રાઝેનેકાએ યુકે હાઈકોર્ટમાં રજૂ કરેલા દસ્તાવેજોમાં પ્રથમ વખત સ્વીકાર્યું હતું કે તે કોવિડ-19 રસીમાં લોહી ગંઠાઈ જવાથી લઈને TTS સુધીની આડઅસરો જોવા મળી શકે છે. એટલે કે હાર્ટ એટેક, બ્રેઇન સ્ટ્રોક અને પ્લેટલેટ્સ ઘટી શકે એવી સમસ્યા થઈ શકે છે. જો કે આ ખૂબ જ ઓછા કિસ્સાઓમાં થશે અને સામાન્ય લોકોને ડરવાની કોઈ જરૂર નથી.
- Advertisement -
🚨 For the first time, AstraZeneca has admitted that its COVID-19 vaccine can cause a rare side effect that causes blood clots and low platelet counts. pic.twitter.com/HHWFDdKp3I
— Indian Tech & Infra (@IndianTechGuide) April 30, 2024
AstraZeneca રસી મોટાભાગના દેશોમાં Covishield નામથી વેચાતી
જાણીતું છે એક AstraZeneca રસી મોટાભાગના દેશોમાં Covishield નામથી વેચાતી હતી. એસ્ટ્રાઝેનેકાની કોવિડ-19 રસી આપવાનું શરૂ થયું ત્યારે પણ તેની આડ અસરો અંગે ઘણો વિવાદ થયો હતો. જોકે, કંપનીએ ત્યારે કહ્યું હતું કે ટ્રાયલ દરમિયાન રસીની કોઈ ગંભીર આડઅસર જોવા મળી નથી. એવું કહેવામાં આવ્યું હતું કે રસીકરણ પછી, થાક, ગળામાં દુખાવો અને હળવો તાવ જેવા લક્ષણો જોવા મળ્યા હતા. પરંતુ મૃત્યુ કે ગંભીર બીમારીનો કોઈ કેસ નોંધાયો ન હતો.
ભારતમાં લગભગ 80 ટકા રસીના ડોઝ માત્ર કોવિશિલ્ડના
ભારતમાં, આ વેક્સિન સીરમ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (SII) દ્વારા બનાવવામાં આવી હતી. SII એ વેક્સિન બજારમાં આવે તે પહેલા જ AstraZeneca સાથે કરાર કર્યો હતો. જાણીતું છે કે સીરમ ઇન્સ્ટિટ્યૂટ વિશ્વની સૌથી મોટી રસી બનાવતી કંપની છે. ભારતમાં, લગભગ 80 ટકા રસીના ડોઝ માત્ર કોવિશિલ્ડના છે.
Clot in blood vessels occurs in rare cases with certain vaccines: Medical Expert amid reports over AstraZeneca
Read @ANI Story | https://t.co/AlBB3JIcwq#AstraZenca #BloodClot #CovidVaccines pic.twitter.com/WlNKlfwxfQ
— ANI Digital (@ani_digital) April 29, 2024
પણ આ કેસ કોર્ટમાં કેવી રીતે પહોંચ્યો?
બ્રિટનમાં જેમી સ્કોટ નામની વ્યક્તિએ એસ્ટ્રાઝેનેકા કંપની વિરુદ્ધ કોર્ટમાં કેસ દાખલ કરતાં કહ્યું હતું કે એસ્ટ્રાઝેનેકાની રસી લગાવ્યા બાદ તેમનું બ્રેન ડેમેજ થયું હતું અને તેમની જેમ અન્ય ઘણા પરિવારોએ પણ રસીની આડઅસર અંગે કોર્ટમાં ફરિયાદો કરી છે.
ભારતમાં જેની ફોર્મ્યુલા ઉપર વૅક્સિન બની બ્રિટનમાં તે કંપની વૅક્સિનનો ઉપયોગ કરાતો નથી!
ખાસ વાત એ છે કે ભારતમાં જેના ફોર્મ્યુલા ઉપર વેક્સિન બની તેનો બ્રિટનમાં હવે આ વેક્સિનનો ઉપયોગ કરવામાં આવી રહ્યો નથી. ટેલિગ્રાફના અહેવાલ મુજબ, વૈજ્ઞાનિકોને આ વેક્સિનનું જોખમ બજારમાં લોન્ચ થયાના થોડા મહિના પછી જ સમજાઈ ગયું હતું. આ પછી, એવું સૂચન કરવામાં આવ્યું હતું કે 40 વર્ષથી ઓછી ઉંમરના લોકોને પણ વેક્સિનનો બીજો ડોઝ આપવો જોઈએ. આ એટલા માટે છે કારણ કે એસ્ટ્રાઝેનેકા વેક્સિનથી થનારું નુકસાન કોરોનાના જોખમ કરતાં વધુ હતું. મેડિસિન હેલ્થકેર પ્રોડક્ટ્સ રેગ્યુલેટરી (MHRA) અનુસાર, બ્રિટનમાં એવા 81 કેસ છે જેમાં એવી શંકા છે કે વેક્સિનના કારણે લોહીના ગંઠાવાને કારણે લોકોના મોત થયા છે.
MHRA અનુસાર, આડઅસરોનો ભોગ બનેલા દર પાંચમાંથી એક વ્યક્તિનું મૃત્યુ થયું છે.
રિપોર્ટ અનુસાર ફ્રીડમ ઓફ ઈન્ફોર્મેશન દ્વારા મેળવેલા ડેટા અનુસાર સરકારે ફેબ્રુઆરીમાં બ્રિટનમાં 163 લોકોને વળતર આપ્યું હતું. તેમાંથી 158 એવા હતા જેમને એસ્ટ્રાઝેનેકા વેક્સિન લીધી હતી.