ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.29
જૂનાગઢ લોકસભા સામાન્ય ચૂંટણી આગામી 7મેના રોજ યોજાવાની છે ત્યારે ચૂંટણી શાંતિપૂર્ણ વાતાવરણમાં યોજાઈ અને લોકો ભય વગર મતદાન કરે તેના માટે પોલીસ ચુસ્ત બંદોબસ્ત સાથે બીએસએફ જવાનો પણ ચૂંટણી ફરજ બજાવશે ત્યારે લોકસભા ચૂંટણી અન્વયે જૂનાગઢ હેડક્વાર્ટર ખાતે બીએસએફ જવાનો બંદોબસ્ત માટે પધાર્યા ત્યારે તેમનું બાળાઓ દ્વારા કુમકુમ તિલક કરી ફૂલડેથી વધવામાં આવ્યા હતા અને પોલીસ બેન્ડની સુરાવલી સાથે ઉષ્મા ભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.
- Advertisement -
જયારે ચૂંટણી સંદર્ભે બીએસએફ જવાનો દ્વારા જૂનાગઢ જિલ્લાના સંવેદનશીલ વિસ્તારોમાં ફૂટ પેટ્રોલિંગ પણ યોજાવમાં આવી રહ્યું છે.અને જિલ્લામાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તેના માટે ચૂંટણી સમયે મતદાન મથકો પર ફરજ નિભાવશે.