તળાવો ઊંડા ઉતારવાના કામના સ્થળ પર શ્રમિકોને મતદાન અંગે જાગૃત કરાયા
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર
- Advertisement -
પોરબંદર જિલ્લામાં રેકોર્ડ બ્રેક મતદાન થાય તેવા આશયથી મતદાર જાગૃતિના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યું છે.જિલ્લા વિકાસ અધિકારી કે.બી.ઠક્કર અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામકના માર્ગદર્શન હેઠળ મતદાર જાગૃતિના કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. પોરબંદર જિલ્લાના મનરેગા હેઠળના વિવિધ ગામોના તળાવો ઉંડા ઉતારવાના કામ મનરેગાના શ્રમિકો દ્રારા કરવામાં આવી રહ્યા છે.
રાષ્ટ્રીયપર્વમાં વધુમાં વધુ લોકો સહભાગી થાય અને મતદાન અંગે મહતમ જાગૃતિ આવે તે માટે અધિકારીઓ અને કર્મચારીઓ તળાવો ઉંડા ઉતારવાના કામના સ્થળ પર મતદાન અંગે શ્રમિકોને સમજણ આપી જાગૃત કરવામાં આવી રહ્યા છે. ઉપરાંત અવશ્ય મતદાન કરવા માટે તમામ શ્રમિકોએ શપથ ગ્રહણ કર્યા હતા. શ્રમિકોએ તેમના અભિપ્રાય આપતા જણાવ્યું હતું કે, દેશ લોકશાહીના મહા રાષ્ટ્રીયપર્વમાં સહભાગી થવા માટે હું અવશ્ય મતદાન કરી પરિવારના તમામ સભ્યો અને ગ્રામજનોને મતદાન કરવા માટે પ્રોત્સાહિત કરીશ.