દિલ્હીમાંના 75 અને દક્ષિણ દિલ્હીના 84 જિલ્લાઓમાં ભૂજળ કાઢતા તમામ બોરવેલ સિલ કરવામાં આવ્યા છે. 2021માં ડીજેબીએ એનજીટીને 19661 ગેર કાયદેસર બોરવેલ હોવાની માહિતી આપી હતી
ગેરકાયદેસર બોરમાં સૌથી વધુ 9128 ઉત્તર પશ્ચિમી દિલ્હીમાં છે
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી, તા.19
- Advertisement -
દિલ્હીના ગ્રાઉન્ડ વોટર બોર્ડ (ડીજીબી)ને ટાંકીને નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલ (એનજીટી)એ એક અહેવાલ પ્રકાશિત કર્યો છે જેમાં દિલ્હીંમાં 20 હજારથી વધુ ગેર કાયદેસર ટયૂબવેલ હોવાની ચોંકાવનારી માહિતી આપવામાં આવી છે. કુલ 20522 ગેરકાયદેસર બોરમાંથી 11197 સીલ કરવામાં આવ્યા છે જયારે 8178 પર કાર્યવાહી કરવાની બાકી છે.
એનજીટીના અહેવાલના આધારે ડીજીબીના જણાવ્યા અનુસાર કુલ ગેરકાયદેસર બોરમાં સૌથી વધુ 9128 ઉત્તર પશ્ચિમી દિલ્હીમાં છે જેમાંથી 5901ને સીલ કરવામાં આવ્યા છે. ત્યાર પછી દક્ષિણ પશ્ચિમ દિલ્હીમાં 6681 બોરવેલ છે જેમાંથી 2434ને સીલ કરવામાં આવ્યા છે. પશ્ચિમી દિલ્હીમાં કુલ 2185 કુવા છે જેમાંથી 1573 સીલ કરવામાં આવ્યા છે. ડીજેબી દ્વારા પ્રસ્તુત અહેવાલમાં એમ પણ જણાવાયું છે કે નવી દિલ્હીમાંના 75 અને દક્ષિણ દિલ્હીના 84 જિલ્લાઓમાં ભૂજળ કાઢતા તમામ બોરવેલ સિલ કરવામાં આવ્યા છે. 2021માં ડીજેબીએ એનજીટીને 19661 ગેર કાયદેસર બોરવેલ હોવાની માહિતી આપી હતી.
આ માહિતી આપ્યા પછી છેલ્લા 3 વર્ષમાં બોરવેલની સંખ્યા વધીને 1000 થઇ છે. દિલ્હીના પર્યાવરણ વિભાગે દિલ્હી સરકારને ભૂજળ દોહનની મંજુરી નહી આપવાની સુચના આપી છે. સાથે સાથે બોરવેલની આપવામાં આવેલી અનુમતિ અંગેની સ્થિતિ દર્શાવતું એક પોર્ટલ પણ તૈયાર કરવામાં આવશે. પ્રત્યેક બોરવેલની સ્થિતિ દર્શાવતો ગ્રાફ તૈયાર કરવામાં આવશે. ખાસ કરીને જે સ્થળોએ પીવાના પાણીનું સ્તર પીવાલાયક અને નીચું છે ત્યાં મંજુરી આપવામાં આવશે નહી.



