પરષોત્તમ સિદપરા અને તેમનાં સાથીઓનું આયોજન
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.11
- Advertisement -
જૂનાગઢના જામકા ગીર ખાતે “સ્વાવલંબી ભારત અભિયાન” અંતર્ગત યુવાનોને ’આધુનિક તથા પ્રાકૃતિક ખેતી’ વિશેની શિબિરનું આયોજન કરવામાં આવેલું હતું જેમાં ગીર ગોપી ગૌશાળા જામકા મુકામે જેમનું આયોજન કરવામાં આવેલું હતું એમને મુખ્ય માર્ગદર્શક હતા પુરુષોત્તમભાઈ સિદ્ધપરા એમના દ્વારા યુવાનોને ગાય આધારિત ખેતી તેમજ પ્રાકૃતિક ખેતીમાં ટેકનોલોજીનો ઉપયોગ અને જમીનની ગુણવત્તાનું મહત્વ સમજાવવામાં આવ્યું.
આ તકે ડો. આશિષ મહેતા ન્યુરોસર્જન દ્વારા યુવાનો સાથે સંવાદ કરવામાં આવ્યો તેમજ આ શિબિરની અંદર જિલ્લા ક્રિષી અધિકારી ડો.વિક્રમસિંહજી ચૌહાણ ઉપસ્થિત રહ્યા એવો એ યુવાનોને પ્રશ્નોતરીનો સમાધાન કરવામાં આવ્યું તેમજ કૃષિ ખાતાની યોજનાઓની માહિતી આપવામાં આવી. અને યુવાનોને સ્વાવલંબી ભારત અભિયાન વિશે દક્ષેશભાઈ ભોજાણી દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું અને એક એવો વિશ્વાસ આપવામાં આવ્યો કે, યુવાનોને ઉદ્યોમિતામાં સ્વાવલંબી ભારત અભિયાન એ પૂરેપૂરો સહયોગ કરશે અને આ કાર્યક્રમની વ્યવસ્થાની જહેમત (સ્વાવલંબી ભારત અભિયાન જિલ્લા સહ સમન્વયક) અભયભાઈ સોલંકી દ્વારા ઉઠાવવામાં આવેલી હતી. સાથી કાર્યકર્તા દિગ્વિજયભાઈ કોઠીયા (સોશિયલ મીડિયા સંયોજક .એસ. બી. એ), ગૌતમભાઈ કલસરિયા તેમજ અન્ય સહભાગી ટીમ દ્વારા સન્માન પત્ર આપી આ શિબિરનું સફળતાપૂર્વક આયોજન પૂર્ણ કરવામાં આવેલું હતું.



