- વડોદરામાં સ્વાઈન ફ્લૂએ ફરી માથું ઉંચક્યું છે.
લોકોમાં ફરી એક વખત ભયનો માહોલ જોવા મળ્યો હતો.
વડોદરામાં સ્વાઈન ફ્લૂથી પ્રથમ મોત થવા પામ્યું છે.
વડોદરામાં સ્વાઇન ફ્લૂ અને કોરોના કેસમાં વધારો થયો છે. અકોટા વિસ્તારની વૃદ્ધાનું સ્વાઇન ફલૂથી મોત થયું છે. 67 વર્ષીય વૃદ્ધાને શરદી ખાંસીની ફરિયાદ થતાં ગોત્રી હોસ્પિટલ દાખલ કરાયા હતા. ગોત્રી હોસ્પિટલમાં 32 વર્ષના યુવાન સહિત સ્વાઇન ફલૂનાં બે નવા દર્દીઓ દાખલ છે. આ ઉપરાંત સયાજી હોસ્પિટલમાં પણ એક વર્ષની બાળકી દાખલ હતી. જયારે SSGમાં સ્વાઇન ફ્લૂનો એક અને કોરોનાના 4 દર્દીઓ દાખલ છે. સ્વાઇન ફલૂ તથા કોરોનાના કેસમાં વધારો થતાં મહાનગરપાલિકા એકશન મોડમાં આવી છે.
- Advertisement -
વધુ પડતી સાવધાની અને સતર્કતા ખુબ જરૂરી
સ્વાઇન ફ્લૂ એ એક ચેપી રોગ છે, જે છીંક, ખાંસી (ઉધરસ), સ્પર્શ વગેરે દ્વારા ફેલાય છે. તેના વાઈરસ સ્ટીલ, પ્લાસ્ટિકમાં 24થી 48 કલાક, કપડાં અને કાગળમાં આઠથી 12 કલાક, ટિશ્યુ પેપરમાં 15 મિનિટ અને હાથમાં 30 મિનિટ સુધી સક્રિય રહે છે. આ વાઈરસને ખતમ કરવા માટે ડિટરજન્ટ્સ, આલ્કોહોલ, બ્લીચ અથવા સાબુનો ઉપયોગ કરી શકાય છે.
સ્વાઈન ફ્લૂના આ ઉપચાર પણ જાણી લો
– યુવાનોને તાવ અને શરદીથી બચાવવા માટે પેરાસિટામૉલ આપવામાં આવે છે.
– 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને એસ્પિરિન જેવી દવા ન આપવી જોઈએ.
– સ્વાઇન ફ્લૂની સારવાર સામાન્ય ફલૂની જેમ જ કરવામાં આવે છે અને ઠંડી, કફ, તાવથી બચવા માટે પેરાસિટામૉલ કે એન્ટિરેટ્રોવાઈરલ જેવી એન્ટિવાઈરલ દવાઓ આપવામાં આવે છે.
– સ્વાઇન ફ્લૂથી બચવા સલામતીનાં પગલાં અનુસરો. ચેપ લાગવાની શક્યતા હોય એવી જગ્યાએ માસ્ક પહેરવાનું ખાસ યાદ રાખો. સ્વાઇન ફ્લૂ ફેલાયો હોય તેવા વિસ્તારોમાં જવાનું ટાળો.