ઇન્દોર-ઉદયપુર ફ્લાઇટ બંધ કરાશે જ્યારે રાજકોટ-અમદાવાદ નવી ફ્લાઇટ શરૂ થશે
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.01
- Advertisement -
એરપોર્ટ ઓથોરિટી રાજકોટ દ્વારા હિરાસર ખાતે આવેલા રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટથી આગામી એપ્રિલથી ઓક્ટોબર માસ સુધી ઉડાન ભરનારી ફ્લાઇટ્સનું સમર શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે. જેમાં રાજકોટથી મુંબઇની 5, દિલ્હીની 2, બેંગ્લોર, પુણે, ગોવા, અમદાવાદ અને સુરતની 1-1 ફ્લાઇટ ઉડાન ભરશે. જ્યારે ઇન્દોર-ઉદયપુર ફ્લાઇટ બંધ થશે અને રાજકોટ-અમદાવાદની નવી ફ્લાઇટ આજથી ઉડાન ભરશે.
રાજકોટ-અમદાવાદ હાઇવે પર હિરાસર ખાતે આવેલા રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતેથી 12 ફ્લાઇટ ઉડાન ભરશે. 31મી માર્ચથી રાજકોટ એરપોર્ટ પરથી દૈનિક 9 ફ્લાઇટ ઉડાન ભરશે અને પુણે તથા ગોવાની ફ્લાઇટ અઠવાડિયામાં 3 દિવસ ઉડાન ભરશે. જ્યારે અમદાવાદની નવી શરૂ થનારી ફ્લાઇટ અઠવાડિયામાં 6 દિવસ ઊડશે. જેનો લાભ રાજકોટથી અમદાવાદ જનારા તથા કનેક્ટિંગ ફ્લાઇટમાં મુસાફરી કરનારા મુસાફરોને મળશે.
મુંબઇની 5, દિલ્હીની 2, બેંગ્લોર-પુણે-ગોવા-સુરત અને અમદાવાદની 1-1 ફ્લાઇટ ઉડાન ભરશે
- Advertisement -
રાજકોટ એરપોર્ટ ઉપરથી 12 ફ્લાઇટનું સમર શેડ્યૂલ
ક્રમ ફ્લાઇટ નંબર રૂટ આગમન પ્રસ્થાન દિવસો
1 A10659/0688- રાજકોટ/મુંબઇ -07.55 08.40 દૈનિક
2 A10655/0656- રાજકોટ/મુંબઇ -17.20 18.05 દૈનિક
3 A10403/0404- રાજકોટ/દિલ્હી -19.15 20.22 દૈનિક
4 IGO6133/6132 -રાજકોટ/મુંબઇ- 08.35 09.05 દૈનિક
5 IGO5321/5142 -રાજકોટ/મુંબઇ- 11.50 12.20 દૈનિક
6 IGO6935/6936- રાજકોટ/ગોવા(મોપા)- 12.15 13.00 મંગળ, ગુરુ, શનિવાર
7 IGO6507/6508- રાજકોટ/બેંગ્લોર- 14.35 15.05 દૈનિક
8 IGO7295/7296- રાજકોટ/અમદાવાદ- 15.30 15.50 સોમ- મંગળ, ગુરુથી રવિ
9 IGO135/6561- રાજકોટ/પૂણે 15.00 16.00- મંગળ, ગુરુ, રવિવાર
10 IGO2187/5021-રાજકોટ/દિલ્હી- 17.25 17.55 દૈનિક
11 IGO273/274- રાજકોટ/મુંબઇ- 19.05 19.40 દૈનિક
12 VTIVANK/VTDEV- રાજકોટ/સુરત- 15.30 16.30 દૈનિક