જુનિયર વર્લ્ડ ટેનિસ અન્ડર-16 બિલી જીન કીંગ કપ-2024ની ટીમ ઈન્ડિયાના સિલેકશન કેમ્પ માટે પસંદગી થઈ
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.00
- Advertisement -
આગામી તા. 13 મે થી 18 મે સુધી શ્યમકેન્ટ કઝાકીસ્તાન ખાતે યોજાનાર જુનિયર અન્ડર-16 બીલી જીન કીંગ કપ-2024 યોજાવા જઈ રહેલ છે જે દરેક દેશની જુનિયર ટીમ પાર્ટીશીપેન્ટ કરી હોય છે જે ટીમ સીલેકશન અંગેનું નેતૃત્વ ઓલ ઈન્ડિયા ટેનીસ એસોસિએશન દ્વારા કરવામાં આવતું હોય છે, જે માટે દિલ્હી ખાતે તા. 31 માર્ચથી 5 એપ્રિલ સુધી સિલેકશન કેમ્પ યોજાવા જઈ રહ્યો છે જેમાં સમગ્ર વર્ષ દરમિયાન ઓલ ઈન્ડિયા ટેનીસ ફેડરેશનની ટુર્નામેન્ટ 2મી વર્ષના અંતમાં નેશનલ ટેનીસ રેન્કીંગમાં ટોપ 1થી 6માં આવતા પ્લેયરને સિલેકટ કરવામાં આવતા હોય છે. માત્ર 15 વર્ષની ઉંમરે હીરવા રંગાણી આ કેમ્પ માટે સિલેકટ થઈ સમગ્ર રાજકોટનું તેમજ આલીયા ટેનીસ એકેડમી તથા તેમના માતા-પિતા વગેરેનું ગૌરવ વધાર્યુ છે. આ નેશનલ કેમ્પ માટે સિલેકટ થવા બદલ તેમને તેમના સગા-સંબંધી તથા મિત્ર વર્તુળ તેમજ જીનીયસ ઈન્ટરનેશલ સ્કૂલના ઓનર્સ ડી. વી. મહેતા તથા સ્ટાફ તરફથી અભિનંદન મળી રહ્યા છે.
આ આલીયા ટેનીસ એકેડમીના કોચ સૌરભ રઘુવંશી દ્વારા પણ આ બાબતે સમગ્ર કોચીંગ તેમજ ફીટનેશ સ્ટાફ તેમજ આ એકેડમી કોર્પોરેશન ગ્રાઉન્ડમાં કાર્યરત હોય એવા મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનર આનંદ પટેલ તેમજ આસિ. કમિશનર ચેતન નંદાણી વગેરે અધિકારીઓ તેમજ ઓ.એસ.ડી. કચેરી અધિકારીઓ ડોડીયા, રાજદીપસિંહ જાડેજા તેમજ હેમલ ગઢવી તેમજ મનોજ દવે વિગેરેનો સહયોગ મળ્યો છે તેમજ તત્કાલિન સ્ટેન્ડિંગ ચેરમેન પુષ્કર પટેલ તેમજ મેયર પ્રદીપ ડવ તેમજ હાલના સ્ટેન્ડિંગ ચેરમેન જયમીન ઠાકર તેમજ મેયર નયનાબેન પેઢડીયા વગેરે પણ આ સ્પોર્ટસ ડેવલોપ અંગે સપોર્ટ કરેલ હોય તેઓનો પણ આ તકે આભાર માન્યો છે.