મોબાઈલ, બાઈક સહિત રૂપિયા 72 હજારનો મુદ્દામાલ કબ્જે
ખાસ-ખબર ન્યૂઝ પોરબંદર, તા.22
પોરબંદર જીલ્લાના બગવદર પંથકમાં કિંદરખેડા ગામે ઘેડમાં બાવળની કાંટ નીચે જાહેરમાં ગંજી પતાના પાના તથા પૈસા વડે તીન પત્તી રોન પોલીસ નામનો હાર જીતનો જુગાર રમતા રોકડ રૂૂ.17,340/- તથા અલગ અલગ કંપનીના મોબાઈલ નંગ – 5 ની કિંમત રૂૂ.20,000/- તથા બે મોટરસાયકલ કી.રૂૂ.35,000/- મળી કુલ – 72,340/- ના મુદ્દામાલ સાથે 7 શખ્સો ને ઝડપી પાડયા હતા. બગવદર પોલીસે તમામ આરોપીઓ સામે ગુનો દાખલ કરાવી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
આ દરોડામાં જુગાર રમતા અરભમ નાથાભાઇ મોઢવાડીયા, ઉ.વ.58 ધંધો.ખેતી રહે.કીંદરખેડા ગામ,પોરબંદર, પારૂૂ રામદેભાઇ મોઢવાડીયા ઉ.વ.57 ધંધો.ખેતી રહે.કીંદરખેડા ગામ,પોરબંદર, સાજણ લાખાભાઇ મોઢવાડીયા ઉ.વ.45 ધંધો.ખેતી રહે.કીંદરખેડા ગામ,પોરબંદર, રામ ઉર્ફે રમણીક પુંજાભાઇ ઓડેદરા ઉ.વ.46 ધંધો.મજુરી રહે.કીંદરખેડા ગામ,પોરબંદર, રાજા રામદેભાઇ મોઢવાડીયા ઉ.વ.44 ધંધો.ડ્રાઇવીંગ રહે.કીંદરખેડા ગામ,પોરબંદર, અરશી ઓધડભાઇ ઓડેદરા ઉ.વ.40 ધંધો.ખેતી રહે.કીંદરખેડા ગામ,પોરબંદર અને દેવા લખમણભાઇ મોઢવાડીયા ઉ.વ.34 ધંધો.ખેતી રહે.કીંદરખેડા ગામ,પોરબંદર સહિતના આરોપીને બગવદર પોલીસે ઝડપી પાડી કાર્યવાહી કરી છે.