ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.22
જુનાગઢ કલેકટર અનિલકુમાર રાણાવસિયાએ કેશોદ અને માણાવદર ખાતેના ઊટખ સ્ટ્રોંગ રૂમનું નિરીક્ષણ કર્યું હતું. આ સાથે કેશોદ અને માણાવદરના જુદા જુદા મતદાન મથકોની મુલાકાત કરી, જરૂરી પ્રાથમિક સુવિધાઓ અને વ્યવસ્થાઓ તપાસી હતી.
- Advertisement -
જિલ્લાના મુખ્ય ચૂંટણી અધિકારીએ કેશોદ અને માણાવદર ખાતેના ઊટખ સ્ટ્રોંગ રૂમની મુલાકાત સંદર્ભમાં જરૂરી તકેદારી લેવા માટેની સૂચના આપી હતી. ઉપરાંત કેશોદના 9 અને માણાવદરના 8 મતદાન મથકની મુલાકાત કરતા મતદારો માટે રેમ્પ, શૌચાલય, પીવાના પાણી સહિત અન્ય પ્રાથમિક સુવિધાઓ સંદર્ભે સંબંધીત અધિકારીઓ સાથે ચર્ચા કરવાની સાથે જરૂરી દિશાનિર્દેશ આપ્યા હતા.આ મુલાકાત દરમિયાન પ્રાથમિક શાળાના વર્ગખંડમાં જઈ વિદ્યાર્થીનીઓ સાથે મતદાનના મહત્વ વિશે વિશદ ચર્ચા કરી હતી. તેમણે વિદ્યાર્થીનીઓને તેમના પરિવારજનોને મતદાન માટે પ્રોત્સાહિત કરવા વિશેષ અનુરોધ કર્યો હતો. ઉપરાંત લોકશાહીનું આ મહાપર્વ મતદારોના મતાધિકારના ઉપયોગ થકી જ સાર્થક થતું હોય છે. તેમ જણાવ્યું હતું.
મતદાન મથકોની જરૂરી પ્રાથમિક સુવિધો અને વ્યવસ્થાઓ તપાસી