વિદ્યાર્થીઓની રેલી મામલતદાર કચેરી ખાતેથી પ્રસ્થાન
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.20
જૂનાગઢ ચૂંટણી એટલે લોકશાહીનું પર્વ સમગ્ર વિશ્વમાં સૌથી વધારે મહત્વની બાબત જો કોઇ ગણાતી હોય તો એ છે ચૂંટણી. સમગ્ર વિશ્વમાં ઉત્સવોના દેશ તરીકે ઓળખાતા ભારત દેશમાં ચૂંટણી પ્રક્રિયાને પણ ઉત્સવ રૂપે જ ઉજવવામાં આવે છે. આ ઉત્સવમાં મતદાન કરી સહભાગી થવું એ પણ એક લ્હાવો છે. એમાંય પહેલી વખત મતદાન કરનાર માટે આ અવસર જીવનભરનું યાદગાર સંભારણું બની રહે છે.
- Advertisement -
જૂનાગઢ જિલ્લાનાં 85-માણાવદર વિઘાનસભા મતદાર વિભાગમાં સામાવિષ્ટ માણાવદર તાલુકામાં વોકેથોન / જાહેર રેલીનું આયોજન કરવામાં આવેલ હતુ જે અન્વયે જટઊઊઙ નોડલ અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાઘિકારી, મામલતદાર દ્વારા વિદ્યાર્થીઓની વોકેથોન / જાહેર રેલી મામલતદાર કચેરી માણાવદર ખાતેથી પ્રસ્થાન થઇ હતી. જે રેલી પોલીસ સ્ટેશન તથા બહારપરા વિસ્તાર તથા સીનેમા ચોક થઇ માણાવદરનાં રાજમાર્ગો પર પસાર થઇને મામલતદાર કચેરી ખાતે પરત આવેલ હતી. મતદાન જાગૃતિ માટે સ્વીપ એક્ટિવીટી અન્વયે નાગરિકોને લોકશાહીના પર્વમાં મતદાન કરીને ઉત્સાહપૂર્વક જોડાવાની અપીલ કરતા જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા જણાવાયુ હતુ.



