મજેવડી ગેઇટથી સફાઇ શરૂ, રસ્તાની સાઇડમાં પડેલા કચરા, ઝાડી-ઝાંખરાનો નિકાલ કરાયો
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.19
- Advertisement -
જૂનાગઢ મહાનગરપાલિકા દ્વારા શહેરના વિવિધ વિસ્તારોમાં સફાઇ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. એમાં પણ શહેરના પ્રવેશદ્વાર ગણાતા મજેવડી ગેઇથી આ અભિયાન ચાલુ કરાયું છે. મનપાના 35થી વધુ સફાઇ કર્મીઓ રસ્તાની બન્ને બાજુ સફાઇ કરી રહ્યા છે. આમાં માટી, કચરો, નડતરરૂપ ઝાડી, ઝાંખરા વગેરેનો નિકાલ કરવામાં આવી રહ્યો છે.આ કચરો બાદમાં ટ્રેકટરમાં ભરીને નિકાલ કરાઇ રહ્યો છે. મજેવડી ગેઇટથી શરૂ થયેલું સફાઇ અભિયાન ત્રીજા દિવસે આશિર્વાદ હોટેલસુધી પહોંચ્યું છે. હજુ પણ આગળના વિસ્તારોમાં સફાઇ કરવામાં આવશે. ખાસ કરીને જૂનાગઢ પ્રવાસન નગરી છે ત્યારે શહેરના પ્રવેશદ્વાર સમાન ગણાતા વિસ્તારો જેવા કે સાબલપુર, દોલતપરા, મજેવડી ગેઇટ વગેરેમાં સફાઇ કરી કચરાનો નિકાલ કરાઇ રહ્યો છે જેથી આવનાર પ્રવાસી સ્વચ્છ શહેરની છબી લઇને જાય.