કેતન ઇનામદારના ધારાસભ્ય પદેથી રાજીનામાં બાદ તેઓ ખુલ્લીને ભાજપમાં જૂના કાર્યકર્તાઓની અવગણના કરાતી હોવાનો આરોપ મુક્યો છે.
કેતન ઇનામદારે વ્યક્ત કરેલી નારાજગી બાદ ભાજપનું નેતૃત્વ રીત સરનું ફફડી ઉઠ્યુ છે. અચાનક સાવલીના ધારાસભ્ય પદેથી કેતન ઇનામદારએ રાજીનામું આપ્યુ છે. ત્યારે તાત્કાલીક પ્રદેશ ભાજપ અધ્યક્ષએ બેઠક બોલાવી છે. વડોદરાના પ્રભારી મંત્રી હર્ષ સંઘવી સાથે પ્રદેશ ભાજપ અધ્યક્ષની બેઠક મળી હતી. જેમાં આ સંદર્ભે ચર્ચા થઇ હતી. એટલું જ નહી કેતન ઇનામદારને મનાવવા પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે. કેતન ઇનામદારને ગાંધીનગર બોલાવવામાં આવ્યા છે. જેને લઇને તેઓ ગાંધીનગર જવા રવાના થયા છે.
કેતન ઇનામદારને ગાંધીનગર બોલાવાયા
- Advertisement -
કેતન ઇનામદારના ધારાસભ્ય પદેથી રાજીનામાં બાદ તેઓ ખુલીને ભાજપમાં જૂના કાર્યકર્તાઓની અવગણના કરાતી હોવાનો આરોપ મુક્યો છે. એટલુ જ નહી તેમણે કહ્યુ જુના કાર્યકર્તાઓની અવગણના કરવામાં આવે છે તેમનું આત્મ સન્માન જળવાતું નથી. કેતન ઇનામદારની નારાજગી બાદ નિવેદનની અસર ભાજપના કાર્યકર્તાઓ પર પડી શકે છે ત્યારે પ્રદેશ નેતૃત્વ દ્વારા તાબળતોબ કેતન ઇનામદારને મનાવવા પ્રયાસો તેજ કરવામાં આવ્યા છે. પ્રદેશ ભાજપ અધ્યક્ષ સી.આર.પાટીલના નિવાસ સ્થાને બેઠક મળી હતી. જેમાં વડોદરાના પ્રભારી મંત્રી હર્ષ સંઘવી પણ હાજર રહ્યા હતા. બેઠકમાં કેતન ઈનામદારની નારાજગી સંદર્ભે ચર્ચા થઇ હતી એટલુ જ નહી સુત્રોનું માનીએ તો ચૂંટણી સમયે આ નિવેદનની અસર ભાજપના કાર્યકરો પર થઇ શકે છે ત્યારે કેતન ઇનામદારને મનાવી લેવા માટે પ્રયાસો શરૂ કરવામાં આવ્યા છે.
ધારાસભ્યને મનાવવા પ્રયાસ તેજ
કેતન ઇનામદારના ધારાસભ્ય પદેથી રાજીનામાં બાદ રાજ્યમાં રાજકિય માહોલ ગરમાયો છે. ભાજપમાં ભૂકંપની સ્થીતી સર્જાઇ છે. લોકસભા ચૂંટણીની જાહેરાત થઇ છે ત્યારે નારાજગી સામે આવતા હડકંપ મચ્યો છે. સાવલીના નારાજ ધારાસભ્ય કેતન ઈનામદારને મનાવવાના પ્રયાસ તેજ કરાયા છે. જિલ્લા પ્રભારી રાજેશ પાઠકે મુખ્યમંત્રી સાથે વાત કરાવી હતી. એટલુ જ નહી. CM ભૂપેન્દ્ર પટેલ અને સી.આર.પાટીલ સાથે વીડિયો કોલથી વાત કરાવવામાં આવી હતી.
- Advertisement -
રાજીનામાને લઈને સી.આર.પાટીલનું નિવેદન
ભાજપમાં ભરતી મેળાથી જૂના કાર્યકરો નારાજ હોવાનો આરોપ રાજીનામું આપ્યા બાદ કેતન ઇનામદારે કર્યો હતો. ત્યારે કેતનના રાજીનામાને લઇ સી.આર.પાટીલનું નિવેદન સામે આવ્યુ છે. પાટીલે કેતન ઇનામદારના નિવેદનનો જવાબ આપતા કહ્યુ કે પાર્ટી નીતિ નિયમ પ્રમાણે ચાલશે. પક્ષમાં કોને લેવા એ પણ નક્કી કરાશે. કેતન ઈનામદારના રાજીનામા બાદ પ્રદેશ ભાજપ અધ્યક્ષની બેઠકમાં વડોદરાના પ્રભારી મંત્રી હર્ષ સંઘવી ઉપસ્થીત રહ્યા જેમાં કેતન ઈનામદારની નારાજગી સંદર્ભે ચર્ચા થઇ હતી.
રાજીનામું મારા અંતરઆત્માનો અવાજઃકેતન ઇનામદાર
સાવલી બેઠકના ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યા બાદ કેતન ઇનામદાર ખુલ્લીને પાર્ટી સામે બોલ્યા છે. તેમનું કહેવું છે કે હું બીજેપીનો વફાદાર અને જૂનો કાર્યકર છું અને રહીશ. પાર્ટીને જીતાડવા માટે હું હંમેશા મહેનત કરીશ. પરંતુ દરેક વ્યક્તિ માત્ર સત્તા માટે નથી હોતો. તેમણે બીજેપીના નેતૃત્વ પર સવાલ ઉઠાવતા પાર્ટીમાં જૂના કાર્યકરોની અવગણના કરવામાં આવતી હોવાનો આરોપ લગાવ્યો છે.