રાજ્યમાંથી 10 વાહન ડીલરોને સસ્પેન્ડ કરવાની છઝઘની દરખાસ્ત પેન્ડિંગ, અમદાવાદમાં ભૂલ કરનાર ડીલરોને એક માસમાં બે હજારથી વધુ નોટિસ, નવાં વાહનોની રજિસ્ટ્રેશની કાર્યવાહી સુરક્ષાની દૃષ્ટિએ મહત્ત્વની કામગીરી
ખાસ-ખબર ન્યૂઝ અમદાવાદ, તા.12
- Advertisement -
વાહનવ્યવહાર વિભાગે નવાં વાહનોના રજિસ્ટ્રેશનની કામગીરી વાહન ડીલરોને સોંપી દીધી છે. રજિસ્ટ્રેશનમાં ગંભીર ભૂલો કરનાર રાજ્યના 25 વાહન ડીલરોને વાહનવ્યવહાર કમિશનર કચેરીએ નોટિસ ફટકારી છે, પરંતુ છેલ્લા પાંચ મહિનામાં રાજ્યની વિવિધ છઝઘ કચેરીની મળી 10 વાહન ડીલરોને સસ્પેન્ડ કરવાની દરખાસ્ત પર હજુ સુધી નિર્ણય પેન્ડિંગ રખાયો છે. જેમાં અમદાવાદમાંથી જ ચાર વાહન ડીલરોને સસ્પેન્ડ કરવાની દરખાસ્ત મોકલાઈ હતી. બીજી તરફ છેલ્લા એક મહિનામાં અમદાવાદની ત્રણેય આરટીઓમાં 13,200 નવાં વાહનોનું રજિસ્ટ્રેશન થયું છે. આ રજિસ્ટ્રેશનની પ્રક્રિયામાં ગંભીર ભૂલ કરનાર વાહન ડીલરોને બે હજારથી વધુ નોટિસ ફટકારી છે.
વાહનવ્યવહાર વિભાગના ઉચ્ચઅધિકારીએ કહ્યું કે, નવા વાહનોમાં સેલ્ફ ટેક્સમાં ગંભીર ભૂલ કરવા સહિત પૂરતા ડોક્યુમેન્ટ સબમિટ નહીં કરનાર રાજ્યના 25 વાહન ડીલરોને કમિશનર કચેરીએ નોટિસ ફટકારી છે. જેમાં અમદાવાદના ચાર વાહન ડિલરો છે. નોટિસનો જવાબ આવ્યા બાદ કાર્યવાહી કરાશે. સસ્પેન્ડ સુધીના પગલાં ભરાશે. કમિશનર કચેરીથી નવા વાહનોની રજિસ્ટ્રેશની પ્રક્રિયા પર સીધુ ઓબ્ઝર્વેશન કરાય છે. પૂર્વ અધિકારીઓએ કહ્યું કે, કમિશનર દ્વારા નોટિસ આપવાની સારી બાબત છે, પરંતુ રાજ્યમાં અંદાજે 10થી વધુ વાહન ડીલરોને સસ્પેન્ડ કરવાની દરખાસ્ત પર ઢાંકપીછાડો કરવામાં આવી રહ્યો છે. સરકાર તરફથી આ અંગે કોઈ ખુલાસો લેવાયો નથી. એટલે જ અધિકારીઓ બિન્દાસ્તપણે ડીલરોને છાવરી રહ્યા છે.
વાહન ડીલરોને નવા વાહનના રજિસ્ટ્રેશનની કામગીરી સોંપ્યાને પાંચ મહિનાનો સમય થઈ ગયો છે. આમ છતાં ઘણાં વાહન ડીલરો દ્વારા જાણી જોઈને ભૂલો કરાતી હોવા છતાં એક પણ વાહન ડીલરને સસ્પેન્ડ કરવાની કાર્યવાહી કરાઈ નથી. નવાં વાહનોની રજિસ્ટ્રેશની કાર્યવાહી સુરક્ષાની દૃષ્ટિએ મહત્ત્વની કામગીરી છે. આ કામગીરી વાહન ડીલરોને સોંપવાનો
નિર્ણય અયોગ્ય છે.
- Advertisement -