ખાસ-ખબર ન્યૂઝ ઈં જૂનાગઢ, તા.11
જૂનાગઢ મહાશિવરાત્રીના મેળા દરમિયાન વન વિભાગ જૂનાગઢ દ્વારા જંગલ વિસ્તારમાં પ્લાસ્ટિક ન ફેલાઈની સાથે સાથે જંગલમાં આગ ન લાગે તેમજ મેળામાં કોઈ વન્ય પ્રાણી આવી ના ચડે તેનાં માટે અલગ અલગ જગ્યા પર વનક્રમીઓની ટીમને તૈનાત રાખવામાં આવી હતી.
- Advertisement -
ઉપરાંત જુદા જુદા અન્નક્ષેત્રને પ્લાસ્ટિક નો વપરાશ ન કરવાની શરતે મંજૂરી આપવામાં આવી હતી અને પ્લાસ્ટિકનો વપરાશ અટકે તે માટે એન્ટી પ્લાસ્ટિક મોબાઈલ ટીમે ચેકિંગ હાથ ધરી દંડનીય સહિતની કાર્યવાહી કરી હતી ફ્રિસકિંગ પોઈન્ટ પર જ પ્લાસ્ટિક અને તેનાથી યુક્ત સામાનને એકત્ર કરી અંદાજે 250 જેટલાં ડસ્ટબીન પ્લાસ્ટિકનો નિકાલ કરવામાં આવ્યો છે. આગામી બે થી ત્રણ દિવસ દરમિયાન મેગા સફાઈ અભિયાનનું આયોજન કરવામાં આવ્યું છે. જે અભિયાન દરમિયાન ગિરનાર નવી તથા જૂની અને દાતાર સિડીમા તેમજ અભયારણ્ય વિસ્તારમાં સફાઈ કરવામાં આવનાર છે.જયારે ગીરનાર અને ભવનાથ વિસ્તારમાં પ્લાસ્ટિક પ્રતિબંધ પર તંત્ર દ્વારા ટિમો બનાવી કડક અમલવારી કરી હતી છતાં પ્લાસ્ટિકના ઢગલા થયા.