- દરેક સહેલાણીએ એક વખત આ પાર્કની મુલાકાત લેવી જોઈએ: ટ્વિટરથી ટુરીઝમનો સંદેશ આપ્યો
હાલ આસામની મુલાકાતે રહેલા વડાપ્રધાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે અહીના વિખ્યાત કાજીરંગા નેશનલ પાર્કની મુલાકાત લીધી હતી. વડાપ્રધાન મોદી અહી જંગલની સફરે ગયા હતા તથા હાથી પર સવારી કરી હતી અને જીપમાં બેસીને સફારી-ફોટોગ્રાફી પણ કરી હતી.
વડાપ્રધાન મોદી ગઈકાલ રાત્રીના જ નેશનલ પાર્કના અતિથિ ગૃહમાં રોકાયા હતા. વહેલી સવારે જંગલના સફારી-ડ્રેસ પહેરીને તેઓ પ્રથમ પાર્કના સેન્ટ્રલ કોહરા રેન્જમાં મિહિમુખ પહોંચ્યા હતા. અહી તેઓએ હાથી પર સવારી કરી હતી તથા બાદમાં તે જ રેન્જમાં જીપમાં સફારીની મૌજ માણી હતી.
- Advertisement -
I would urge you all to visit Kaziranga National Park and experience the unparalleled beauty of its landscapes and the warmth of the people of Assam. It's a place where every visit enriches the soul and connects you deeply with the heart of Assam. pic.twitter.com/MFCg9oeFm3
— Narendra Modi (@narendramodi) March 9, 2024
- Advertisement -
વડાપ્રધાન મોદીની સાથે આ નેશનલ પાર્કના ડિરેકટર સોનાલી ઘોષ તથા ઉચ્ચ અધિકારીઓ પણ હાજર રહ્યા હતા. મોદીએ બાદમાં આ તસવીરો પોષ્ટ કરતા દેશના લોકોને એક વખત આ નેશનલ પાર્કની મજા લેવા અનુરોધ કર્યો હતો. મોદીએ લગભગ બે કલાક અહી વિતાવ્યા હતા. કાઝીરંગા નેશનલ પાર્કમાં આસામના ખાસ ગણાતા ગેંડાઓનું સૌથી મોટુ નિવાસસ્થાન છે.
Prime Minister Narendra Modi visited Kaziranga National Park in Assam today. The PM also took an elephant safari here. pic.twitter.com/hA3Z7El4Nz
— ANI (@ANI) March 9, 2024
ઉપરાંત અહી 600 પ્રકારના પક્ષીઓ પણ વસે છે તથા અહીની નદીઓમાં ડોલ્ફીનની ખાસ જાતિ પણ જોવા મળે છે અને વાઘ અને હાથીઓના પણ નિવાસ છે. કાઝીરંગા નેશનલ પાર્કની સફર બાદ વડાપ્રધાન મોદીએ ટવીટ કરીને અહીની મુલાકાત તમને હૃદયની વૃદ્ધિ સાથે જોડી દે છે.`