‘કોર્ટ માર્શલ’ એ સુપ્રસિદ્ધ નાટયકાર સ્વદેશ દીપક દ્વારા લખાયેલું છે, રાજકોટનાં અનુભવી, નવાં કલાકરો દ્વારા ભજવવામાં આવશે
ખાસ-ખબર સંવાદદાતા
સમાજના સત્યને પ્રતિબિંબીત કરવાનું કાર્ય રંગમંચ એટલે કે નાટકનું હોય છે. કહેવાય છે કે, નાટકએ સમાજનો અરિસો છે. આવા જ સામાજીક સંદેશો આપવા માટે રાજકોટના સ્થાનિક કલાકારો પ્રતિવર્ષ સારા નાટકો લઇને સમાજને જાગૃત કરવાનું કામ કરી રહ્યા છે. સત્ય અને સમાજની વરવી વાસ્તવિકતાઓ અને ભેદભાવને રજુ કરતું એક નાટક “કોર્ટ માર્શલ” આગામી તા.13 માર્ચ, 224 બુધવારના રોજ હેમુગઢવી હોલ ખાતે
રજુ થશે.
- Advertisement -
સંવાદ રંગ મંડળ અને શિવમ ફાઉન્ડેશન-રાજકોટ દ્વારા નિર્મિત અને આયોજીત સ્વદેશ દિપક લિખિત “કોર્ટ માર્શલ” અને ગુજરાતનાં જાણીતાં નાટયકાર હસન મલેક દ્વારા ભાવાનુવાદ કરવામાં આવ્યો છે. તેમજ કૃશાન દોશી દ્વારા દિગદર્શિત આ દ્વિ-અંકી નાટકમાં હિતાર્થ ભટ્ટ, અમિત વાઘેલા, દિવ્યેશ મહેતા, હુસૈન પોપટિયા, યતિન આશરા, પ્રશાંત ભટ્ટ, પ્રેરક મેર, દર્પણ સોની, શુભમ ભટ્ટ, અમિત વાઘેલા, દિવ્યેશ મહેતા, હુસૈન આસોડિયા, બંસી મોદી કોટક, ગૌતમ દવે, કૃશાન દોશી અને હસન મલેક અભિનયના ઓજસ પાથરસે. પબ્લિસીટી પ્રકાશ રચના અને સંચાલન ચેતસ ઓઝા, સંગીત સંચાલન ગીતાંશ સ્વાદિયા, પોસ્ટર ડિઝાઇન ગુલામ હુસેન અગવાન, ફોટોગ્રાફી હર્ષ ત્રિવેદી દ્વારા કરવામાં આવશે.
“કોર્ટ માર્શલ” એ સુપ્રસિદ્ધ નાટયકાર સ્વદેશ દીપક દ્વારા લખાયેલું નાટક છે. આ નાટક જવાન રામચંદરના કોર્ટ માર્શલ પર આધારિત છે, જેણે કેપ્ટન મોહન વર્માની હત્યા કરી હતી અને તેના પર કેપ્ટન કપૂરની હત્યાના પ્રયાસનો આરોપ છે. બચાવ પક્ષનો વકીલ જ પોતાના અસીલ રામચેદરને કબુલ કરાવે છે કે હત્યા રામચંદરે જ કરી છે. પણ શું કામ કરી છે? અને શા માટે કરી છે? એ સત્ય આખરે સામે આવતા મુખ્ય ન્યાયધીશ કર્નલ સુરત સિંહ અંતે ન્યાય આપે છે.
રાજકોટનાં અનુભવી અને નવાં કલાકરો દ્વારા આ નવીનતમ પ્રયોગ રાજકોટની કલા પ્રેમી જનતા માટે એક અલગ અનુભવ બની રહેશે. આ નાટક તા. 13-04-2024, બુધવારને હેમુ ગઢવી ઓડિટોરિયમ, રાજકોટ ખાતે રાત્રે 09:30 ભજવાશે.ટિકિટ બુકિંગ માટે મો.નં. 9538136861 પર સંપર્ક કરવો.
આજના આધુનિક સમયમાં સમાજના વૈચારિક ભેદભાવોને ઉજાગર કરતું નાટક
- Advertisement -
આજના આધુનિક યુગમાં પણ સમાજના સામાન્ય માણસને ડગલે ને પગલે રંગભેદ, જ્ઞાતિભેદ, જાતિભેદ કે ઉંચ-નીચના ભેદભાવોનો કડવો અનુભવ થઇ રહ્યો છે. આપણે ભલે ચાંદ સુધી પહોંચી જાય પરંતુ આપણા સમાજની આ બદીઓ કયારે લોકોના મન-મગજમાંથી જશે તે ખબર નહીં? આપણે જીવનના દરેક તબક્કા અને સ્તરે આ ભેદભાવનો ભોગ બનતા હોઇએ છીએ. “સત્ય એટલું જ નથી હોતું જેટલું દેખાય છે” સત્યનાં સહારે અને સમયનાં સથવારે ધીમે-ધીમે નાટકનો રંગ અને મિજાજ ઘેરો બની રહેશે અને એટલે જ કોઇપણ સમય અને ગમે તેટલા વર્ષ આ નાટક ભજવાય તો પણ એનો રંગ તેમજ રચનાં એટલી જ ચોટદાર અને અસરકારક બની રહેશે.