રાજકોટમાં એક વર્ષમાં દુષ્કર્મના કેસોની સંખ્યામાં મોટો વધારો
રાજકોટમાં 2021-22માં 14 સામે 2022-23માં 94 કિસ્સા નોંધાયા
- Advertisement -
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાતમાં કાયદો-વ્યવસ્થા, મહિલા સલામતી વિશેના દાવા વચ્ચે 2022-23ના વર્ષમાં રાજયમાં દરરોજ 6 મહિલાઓ દુષ્કર્મનો શિકાર બની હતી. જો કે, 2021-22ની સરખામણીએ બળાત્કારના કુલ કેસોમાં એક ટકાનો ઘટાડો થયો છે. રાજકોટમાં 94 કેસ નોંધાયા હતા.
ગુજરાત વિધાનસભાના સત્ર દરમ્યાન આ આંકડાકીય રીપોર્ટ રજુ કરવામાં આવ્યો હતો. 2020-21માં રાજયમાં બળાત્કારના 2016 તથા ગેંગરેપના 27 કેસ નોંધાયા હતા. 2021-22માં આ સંખ્યા અનુક્રમે 2229 તથા 32ની હતી જયારે 2022-23માં બળાત્કારના કુલ કેસ 2209 તથા ગેંગરેપના 36 કેસ નોંધાયા હતા. ગેંગરેપના 36માંથી 22 કેસ સુરત અને અમદાવાદમાં નોંધાયા હતા. જામનગરમાં 6 કેસ હતા.
- Advertisement -
રાજય સરકારના જવાબ પ્રમાણે બળત્કાર કેસોમાં હજુ 194 આરોપીઓ ફરાર છે તેમાંથી 67 છેલ્લા છ મહિનાથી, 63 એક વર્ષથી અને 64 બે કરતા વધુ વર્ષથી હાથમાં આવતા નથી. 194 ફરાર આરોપીઓને પકડવા માટે પોલીસ દ્વારા નિયમિત રીતે આશ્રયસ્થાનો પર ધોંસ બોલાવવામાં આવે છે. તેઓના મોબાઈલ ફોનના આધારે પણ લોકેશન શોધવાનો પ્રયત્ન કરવામાં આવે છે. દરમ્યાન ગૃહવિભાગના સૂત્રોએ જણાવ્યુ હતું કે, બળાત્કારના અર્ધોઅર્ધ કેસો લગ્નનું વચન આપીને શારીરિક સંબંધ બાંધ્યાના આરોપ સાથેના હોય છે. જયારે 15 ટકા બળજબરીપૂર્વક શરીર સંબંધના છે. મોટાભાગના કેસોમાં આરોપી પાડોશી કે પરિવારના પરીચીત જ હોય છે. રાજયમાં બળાત્કારના કુલ કેસોમાં 27 ટકા જેટલા માત્ર અમદાવાદ તથા સુરતમાં જ છે. અનેક કેસોમાં ફરાર આરોપીઓ રાજયમાંથી ભાગીને વતનમાં પહોંચી ગયાની શંકા છે. રાજકોટને લાગેવળગે છે ત્યાંસુધી બળાત્કારના કેસોની સંખ્યામાં 75 ટકા જેવો મોટો વધારો થયો છે. 2020-21માં બળાત્કારના 71 કેસ નોંધાયા હતા તે સંખ્યા 2021-22માં 54 હતી જયારે 2022-23માં 94 નોંધાઈ હતી.