- ચાલું વર્ષે ઓછા ઉત્પાદનને લીધે ભાવ ઊંચા રહેવાની શક્યતા
- નવેમ્બર બાદ હવે માર્ચ મહિનામાં કેરી આવી પહોંચી
ખાસ-ખબર સંવાદદાતા
પોરબંદરના માર્કેટીંગ યાર્ડમાં કેસર કેરીનું આગમન થયુ છે. અને 401 રૂૂપીયા કીલો લેખે 45 કીલો જેટલી કેરીની હરરાજી થઇ હતી. ઋતુચક્રમાં પરીવર્તન અને જુદા-જુદા કારણોસર પોરબંદરના માર્કેટીંગ યાર્ડમાં નવેમ્બર મહીનામાં કેસર કેરીની હરરાજી થઇ હતી.અને ખુબ ઉંચો ભાવ બોલાયો હતો. ત્યારે માર્ચના આરંભે પણ કેસર કેરી આવી ચુકી છે.
- Advertisement -
સોમવારે સવારે બરડા પંથકના જાંબુવતી ફાર્મ ખાતેથી 45 કીલો જેટલી કેરી વેચાણ માટે આવી પહોંચી હતી અને હરાજીમાં 401 રૂૂપીયા કીલોનો ભાવ ઉપજયો હતો. વેપારી નીતીનભાઇ દાસાણીએ જણાવ્યું હતું કે, આ વર્ષે ઋતુચક્રમાં પરીવર્તન સહીત અન્ય કારણોસર કેરીનું ઉત્પાદન પ્રમાણમાં ઓછુ થયુ હોવાથી કેરીના ભાવ પ્રમાણમાં વધારે રહેશે. બજારમાં રત્નાગીરી અને હાફુસ કેરી 225 થી 350 રૂૂપીયા સુધી વહેંચાઇ રહી છે.
પરંતુ કેસર કેરી પ્રથમ વખત જ આવી છે ત્યારે તેનો ભાવ સ્વાભાવિક રીતે ઉંચો હોય છે. આમ છતાં જેમ જેમ માલ આવતો જશે તેમ તેમ તેના ભાવમાં ઘટાડો થશે ચોથા મહીનામાં પ્રમાણમાં ઓછી અને પાંચમાં મે મહીનામાં વ્યવસ્થિત રીતે પુરતા પ્રમાણમાં કેરી બજારમાં વહેંચવા માટે આવી જશે તેમ જણાઇ રહ્યું છે.



