પરિવારવાદીઓએ દેશને બરબાદ કર્યો: PM મોદી
ખાસ-ખબર સંવાદદાતા
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 24 કલાકમાં ફરી એકવાર તેલંગાણા પહોંચી ગયા છે.વડાપ્રધાને સૌથી પહેલા સિકંદરાબાદના શ્રી ઉજ્જૈની મહાકાલી મંદિરમાં પૂજા કરી હતી. ત્યારબાદ તેઓ અહીંથી 60 કિલોમીટર દૂર સંગારેડ્ડી પહોંચ્યા હતા. મોદીએ તેલંગાણાના સંગારેડીમાં અનેક પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. અહીં રેલીમાં સંબોધન કરતા પીએમ મોદીએ ફરી એકવાર પરિવારવાદ બાબતે વિપક્ષ પર નિશાન સાધ્યું હતું. ઙખએ કહ્યું- શું તમે જાણો છો કે તેઓ શા માટે દુવ્ર્યવહાર કરી રહ્યા છે? આ મોદી તેમની આંખમાં શા માટે ડંખની જેમ ખટકે છે? કારણ છે – હું તેમના લાખો રૂપિયાના કૌભાંડોનો પર્દાફાશ કરી રહ્યો છું. મોદીએ કહ્યું- સત્તામાં રહીને વિપક્ષના લોકોએ ભ્રષ્ટાચાર માટે જમીન-આકાશ વેચી દીધા અને પોતાની હવેલીઓ બનાવી. મેં આજ સુધી મારું ઘર પણ બનાવ્યું નથી. મેં ગુજરાતનો મુખ્યમંત્રી રહેતા અને હવે દેશના વડાપ્રધાન પદે રહેતા અત્યાર સુધીમાં 150 કરોડ રૂપિયાની ભેટોની હરાજી કરી અને તેનો ઉપયોગ જનતાની સેવામાં કર્યો. મોદીએ કહ્યું- આજે જ્યારે મોદી તમને અને તમારા પરિવારને આપવામાં આવેલી ગેરંટી પૂરી કરવામાં વ્યસ્ત છે, ત્યારે કોંગ્રેસ અને તેના સહયોગીઓ મોદી અને મોદીના પરિવાર સાથે દુવ્ર્યવહાર કરી રહ્યા છે.
- Advertisement -
તેનું કારણ એ છે કે હું તેમના લાખો રૂપિયાના કૌભાંડોનો પર્દાફાશ કરી રહ્યો છું. હું આ લોકોના પરિવારવાદ સામે મારો અવાજ ઉઠાવી રહ્યો છું. કોઈ અંગત આક્ષેપો કર્યા નથી. ઙખએ કહ્યું- હું તેમના પરિવારવાદ વિરુદ્ધ બોલી રહ્યો છું. કોઈ અંગત આક્ષેપો કર્યા નથી. હું તે બરાબર કરી રહ્યો છું કે નહીં. તમે જમ્મુ અને કાશ્મીરથી તામિલનાડુ સુધી જુઓ, જ્યાં પરિવારવાદી પક્ષો શાસન કરી રહ્યા છે, તે પરિવારો મજબૂત બની ગયા પણ રાજ્ય મજબૂત થયું નથી. રાજ્યો બરબાદ થઈ ગયા. વડાપ્રધાને સૌથી પહેલા સિકંદરાબાદના શ્રી ઉજ્જૈની મહાકાલી મંદિરમાં પૂજા કરી હતી. મોદીએ કહ્યું- મેં એક જ પરિવારના 50-50 લોકોને પદ સંભાળતા જોયા છે. તેઓ કહે છે કે મોદી સાથે અમારી વિચારધારાની લડાઈ છે. આ વિચારધારાની લડાઈ છે. તેઓ કહે છે ફેમિલિ ફર્સ્ટ, મોદી કહે છે નેશન ફર્સ્ટ. આ વિચારધારાઓની લડાઈ છે. વડાપ્રધાને કહ્યું- તેમના માટે તેમનો પરિવાર જ સર્વસ્વ છે. મારા માટે દેશનો દરેક પરિવાર સર્વસ્વ છે. તેમણે પોતાના પરિવારના હિત માટે દેશના હિતનું બલિદાન આપ્યું. મોદીએ રાષ્ટ્રીય હિત માટે પોતાનું જીવન ખપાવી દીધું. આ પરિવારના સભ્યો એટલા અસુરક્ષિત છે કે તેમણે દેશના હજારો યુવાનોને રાજકારણમાં આગળ વધવા દીધા નથી.
દેશની સેવામાં 150 કરોડ રૂપિયાની ભેટ અર્પણ કરી
PMએ કહ્યું- કોંગ્રેસ પહેલા પરિવારવાદી નહોતી, પરંતુ જ્યારથી તે પરિવારવાદી બની છે, 50 વર્ષથી ઓછી ઉંમરના લોકોને પ્રમોટ કરવામાં આવતા નથી. કોઈને બેસાડવા હશે તો 80-85 વર્ષના કોઈને બેસાડી દેશે. તેઓ ડરતા હોય છે કે જો કોઈ 50-55 વર્ષનો માણસ આવીને તેમની આગળ નીકળી જશે તો પરિવારનું શું થશે. મોદી દેશની રાજનીતિમાં સતત ઈમાનદાર યુવાનોને આગળ લાવી રહ્યા છે. આ પરિવારવાદીઓએ દેશને લૂંટ્યો અને પોતાની તિજોરી ભરી. મોદીએ જ્યારે પણ તક મળી ત્યારે પોતાના પગારમાંથી અમુક રકમ લોકો માટે ખર્ચી નાખી છે. તેમણે મોંઘી-મોંઘી ભેટ લીધી, તેના દ્વારા કાળા નાણાને વાઈટ કરવામાં આવ્યા. મોદીને મળેલી ભેટોની હરાજી થાય છે. અત્યાર સુધી આ રીતે લોકોની સેવામાં લગભગ 150 કરોડ રૂપિયા ખર્ચવામાં આવ્યા છે.