વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને જાનથી મારવાની ધમકી આપવાના આરોપમાં એક વ્યક્તિ સામે કર્ણાટકના યાદગિરીમાં FIR નોંધવામાં આવી છે. હાલ, આરોપીને શોધવા માટે પોલીસ વિસ્તારના જુદા-જુદા ભાગોમાં વહેંચાઈ ગઈ છે.
સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરવામાં આવ્યો
- Advertisement -
યાદગિરી પોલીસે કહ્યુ કે સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કરવા માટે મોહમ્મદ રસૂલ કદ્દારે નામના વ્યક્તિ સામે કેસ નોંધવામાં આવ્યો હતો. જોકે આ આરોપીએ કોંગ્રેસ સરકાર આવવા પર પીએમ મોદી અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથને જાનથી મારવાની ધમકી આપી હતી.
આ કલમ હેઠળ કેસ નોંધવામાં આવ્યો
આરોપી પર યાદગિરીના સુરપુર પોલીસ સ્ટેશનમાં ભારતીય દંડ સંહિતાની કલમ 505(1)(B), 25(1)(B) અને આર્મ્સ એક્ટ હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે કહ્યુ, પોતાના મોબાઈલ ફોન પર વીડિયો રેકોર્ડ કરીને રસૂલે વડાપ્રધાન મોદી અને યૂપીના સીએમ યોગી આદિત્યનાથને અસ્પષ્ટ શબ્દો કહ્યા.
- Advertisement -
આરોપીની શોધખોળ ચાલુ
પોલીસે જણાવ્યુ કે કદ્દારે યાદગિરી જિલ્લાના રંગાપેટનો રહેવાસી છે અને હૈદરાબાદમાં મજૂરી કરે છે. અધિકારીઓએ કહ્યુ કે તેમણે હૈદરાબાદ સહિત જુદા-જુદા સ્થળો પર આરોપીની તપાસ શરૂ કરી દીધી છે.