વેરાવળ તાલુકામાં આજોઠા ક્ધયા શાળા ખાતે આરએફઓ રસીલાબેન વાઢેરના અધ્યક્ષ સ્થાને ગીર ફાઉન્ડેશન ગાંધીનગર પ્રેરિત પર્યાવરણનું મહત્વને ઉજાગર કરતો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં પૃથ્વી પર દરેક જીવનું મહત્વ તેમજ જળ એ જ જીવન અને પ્લાસ્ટીકનો ઉપયોગ અટકાવવો સહિતના વિષયો પર આર્ટ એન્ડ ક્રાફ્ટ પ્રદર્શન,ચિત્ર સ્પર્ધા,નિબંધ સ્પર્ધા,વકતૃત્વ સ્પર્ધા, નાટક સ્પર્ધા સહિતની પ્રવૃત્તિઓમાં અને પ્લાસ્ટીક મુક્ત ભારત તેમજ જળ એજ જીવન વિષય અંતર્ગત વિવિધ પ્રવૃત્તિઓમાં શાળાના બાળકોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને સ્પર્ધામાં પ્રથમ ક્રમ પ્રાપ્ત કરનારને સન્માનીત તેમજ ભાગ લેનાર તમામ બાળકોને પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતાં.
આજોઠા ખાતે પર્યાવરણના મહત્ત્વને ઉજાગર કરતો કાર્યક્રમ યોજાયો
![](https://khaskhabarrajkot.com/wp-content/uploads/2024/02/આજોઠા-ખાતે-પર્યાવરણના-મહત્વને-ઉજાગર-કરતો-કાર્યક્રમ-યોજાયો-860x505.jpg)
Follow US
Find US on Social Medias