ચેરમેન-વાઈશ ચેરમેનની ચૂંટણીમાં મેન્ટેડનો અનાદર કરી ફોર્મ ભર્યુ હતું
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ ભેસાણ માર્કેટિંગ યાર્ડની ચેરમેન અને વાઈશ ચેરમેનની ચૂંટણીમાં ભાજપ સામે ભાજપનું અન્ય જૂથ સામે આવ્યું જેમાં મેન્ટેડનો અનાદર કરીને ભાજપ નાજ જૂથ દ્વારા ચેરમેન પદ માટે ફોર્મ ભરાયું હતું જેમાં ભેસાણ માર્કેટિંગ યાર્ડના ચેરમેન પદે વજુભાઈ મોવલિયા અને બિન હરીફ ચૂંટાયેલ વાઈશ ચેરમેન પદે દિનેશ ભુવા ચૂંટાયા હતા.
આ ચૂંટણીમાં ભાજપ સામે ભાજપ જૂથ મેદાને આવતા ભારે રસાકસી જોવા મળી હતી ભેસાણ માર્કેટિંગ યાર્ડની ચુંટણી જિલ્લા રજીસ્ટાર જયકુમાર શાહના અધ્યક્ષ સ્થાને યોજાઈ હતી ત્યારે જિલ્લાના ભાજપના આગેવાન અને સાવજ ડેરીના ચેરમેન દિનેશભાઈ પણ યાર્ડ ખાતે પાર્ટીના મેન્ડેડ લઈને આવી પહોંચ્યા હતા અને ચેરમેન તરીકે વજુ મોવલિયા અને વાઈસ ચેરમેન તરીકે દિનેશ ભૂવાની નામની જાહેરાત કરી હતી જોકે ભાજપ નાજ સામેના જૂથના રાજેશ ભૂવાએ મેન્ડેડનો ઇન્કાર કરી દઈને બળવો કર્યો હતો ત્યાર બાદ જિલ્લા રજિસ્ટ્રારના અધ્યક્ષ સ્થાને ચેરમેનની ચૂંટણી કરવામાં આવી હતી જેમાં ડિરેક્ટર વજુ મોવલિયા અને ડિરેક્ટર રાજેશ ભૂવાએ ફોર્મ ભરેલ હતા જેમાં 16 ડીરેક્ટરો અને બે સરકારી પ્રતિનિધિ સહિત ફૂલ અઢાર મતદારોએ મતદાન કર્યુ હતું જેમાં વજુ મોવલિયાને11 મત અને જ્યારે રાજેશ ભૂવાને 7 મત મળ્યા હતા.
આમ વજુ મોવલિયા 4 મતે ચૂંટાયા હતા જ્યારે દિનેશ ભૂવા વાઇસ ચેરમેન તરીકે બિન હરીફ જાહેર થયા હતા અને નવનિયુક્ત ચેરમેન જણાવ્યું હતું કે સવને સાથે લઈને યાર્ડમાં ખેડૂતોને વિશેષ સુવિધા મળે અને વિકાસ થાય તે દિશા માં કામ કરીસુ તેવી ખાત્રી આપી હતી.