ખાસ-ખબર સંવાદદાતા
દીવ સૌરાષ્ટ્ર ક્રિકેટ અને ક્રિકેટના મેદાનને આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ અપાવનાર નિરંજનભાઇ શાહના નામ ઉપરથી ગુજરાત રાજકોટ શહેરના ખંઢેરી ક્રિકેટ સ્ટેડિયમનું નિરંજનભાઈ શાહ ક્રિકેટ સ્ટેડિયમ નામકરણ તેમજ નવા ક્રિકેટ મેદાનનુ ઉદઘાટન પ્રસંગે બીસીસીઆઈના સેક્રેટરી જય શાહના હસ્તે કરવામાં આવ્યો આ પ્રસંગે ભૂતપૂર્વ અને વર્તમાન ક્રિકેટર તેમજ દીવ ડિસ્ટ્રિક્ટ ક્રિકેટ એસોસિએશનના પ્રમુખ બીપીનભાઈ શાહ મંત્રી કિર્તીભાઈ ગોહિલ અને સોહિલ જીવાણી પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા તેમજ જય શાહ, નિરંજનભાઇ શાહ જયદેવ શાહને શાલ ઓઢાડી પુષ્પગુછ આપી અભિવાદન કર્યું હતું.