ખબર હોવી જોઇએ કે કઇ અને કેવી કામનાને સ્પર્શીને તરત જ મધ્ય રેખા સુધી પાછા ફરી જવું જોઇએ
મનુષ્યનું મન ’હુતુતુતુ’ની રમત જેવું છે. એક ટીમનો ખેલાડી મધ્ય રેખાને પાર કરીને વિરોધી ખેમામાં પ્રવેશે છે. એને ખબર હોવી જોઇએ કે ક્યાં સુધી આગળ વધવું. વિપક્ષી ખેલાડીને સ્પર્શીને અથવા સ્પર્શ કર્યા વિના પોતાનો શ્વાસ તૂટે એ પહેલાં તેણે પાછા મધ્ય રેખા સુધી પહોંચી જવાનું રહે છે. જો તે પોતાની મર્યાદા કરતાં વધુ આગળ વધી જાય તો વિપક્ષી ખેલાડીઓના હાથમાં ઝડપાઇ જાય છે અને રમતમાંથી બહાર થઇ જાય છે. જો એના નસીબ સારાં હોય તો એની ટીમનો બીજો કોઇ ખેલાડી પરાક્રમી દેખાવ કરીને ફરી પાછો એને જીવતો કરી શકે છે. જિંદગીની રમતમાં મનુષ્ય સાત્વિકતાની મધ્ય રેખા વળોટીને કામનાઓના પ્રદેશમાં લટાર મારવા પહોંચી જાય છે, પણ એને ખબર હોવી જોઇએ કે કઇ અને કેવી કામનાને સ્પર્શીને તરત જ મધ્ય રેખા સુધી પાછા ફરી જવું જોઇએ. જો વિષય વાસનાઓમાં ઝડપાઇ ગયો, તો તે ’ઘીિ’ં થઇ જાય છે. આવા જીવતેજીવ મરી ગયેલા માણસને ધર્મ અને અધ્યાત્મ જ પુન: જીવતો કરી શકે છે.