જૂનાગઢ ઝાંઝરડા ગામનાં ખેડૂતોનો ઉગ્ર રોષ
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ શહેરના ઝાંઝરડા ગામ સહીત મધુરમ, ટિંબાવડી, જોશિપુરા, સૂખપુરમાં જુડા દ્રારા ટીપી સ્કીમ લાગુ કરવાના વિરોધમાં ખેડૂતોએ જુડા કચેરી ખાતે પોહચી વીરોધ કાર્યો હતો અને સુત્રોચાર કરી ઘેરાવ કર્યો હતો અને ટીપી સ્કીમ રદ કરવાની માંગ કરી હતી. ભારતીય કિશાન સંઘના મનસુખભાઈ પટોળીયાની આગેવાનીમાં ખેડૂતો અને મહીલાઓ બોહળી સંખ્યામાં જુડા કચેરીએ ટીપી સ્કીમ હેઠળ ખેડૂતોની મહામુલી જમીન પચાવી પાડવાનો કારસો થઇ રહયો છે તેનો ખેડૂતોનો વીરોધ છે. આ પેહલા પણ અનેકવાર ટ્રેક્ટર સાથે રેલી યોજી કલેકટર સહીત સબંધીત કચેરીને આવેદન પત્ર આપીને ધારદાર રજૂઆત કરવામાં આવી હતી છતાં કોઇ યોગ્ય પ્રત્યુતર નહી મળતાં ફરી ખેડૂતોમાં રોષ જોવા મળ્યો હતો જેમાં લાખો રૂપિયાની કિંમતી જમીન 40 ટકા કપાત થાયતો ખેડૂતોને ખુબ મોટી નુકશાની થવાની છે. જેના લીધે ટીપી સ્કીમ રદ કરવાની માગણી કરી રહયા છે.